મકાન ભાડે આપતાં પહેલાં રેન્ટ એગ્રીમેન્ટ (rent agreement) એટલે કે ભાડા કરાર તૈયાર કરવામાં આવે છે. જેના પર બંને પક્ષકારો એટલે કે ભાડૂઆત અને મકાનમાલિક અને એક-એક સાક્ષી દ્વારા સહી કરવામાં આવે છે. આ કરાર (agreement)માં બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાના તમામ નિયમો અને શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો, સુવિધાના ચાર્જ અને અન્ય ચૂકવણી વિશે લખવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકો બે પક્ષો વચ્ચે અણબનાવનું કારણ બની શકે એવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવાનું અથવા ધ્યાન આપવાનું ભૂલી જાય છે.
ભાડામાં શું સામેલ છે? - કરારને સારી રીતે વાંચો અને સમજો કે તમે ભાડામાં શું ચૂકવી રહ્યા છો? શક્ય છે કે વીજળી, પાણી જેવી સેવાઓ માટે, તમારી પાસેથી ભાડા કરતાં વધુ રકમ વસૂલવામાં આવે. મકાનમાલિકો ક્યારેક સર્વિસ ફી પણ વસૂલ કરે છે. આ સિવાય પાર્કિંગ માટે અલગથી ચાર્જ લેવામાં આવી શકે છે. ડિપોઝિટ વિશે જાણો- એગ્રીમેન્ટમાં ડિપોઝિટ વિશે બધું લખેલું હોવું જોઈએ. તમારે કેટલી ડિપોઝિટ ચૂકવવાની રહેશે અને જ્યારે તમે પ્રોપર્ટી છોડશો ત્યારે કેટલા દિવસો પછી તમને ડિપોઝિટ પાછી મળશે.
નોટિસ પિરિયડ અને પેનલ્ટી - જો કોઈપણ પક્ષ કરારની શરતોનો ભંગ કરશે તો તે રદબાતલ થશે. આવી સ્થિતિમાં પીડિત પક્ષ વળતરની માંગ કરી શકે છે. તેથી, કરારની અકાળ સમાપ્તિ માટે નોટિસનો સમય અને પેનલ્ટીનો કરારમાં ઉલ્લેખ કરવો જોઈએ. ભાડા કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા, ખાતરી કરો કે તમે જેની સાથે વ્યવહાર કરો છો તે વ્યક્તિ મિલકતના મૂળ માલિક છે કે નહી. ઘણીવાર એનઆરઆઈ અથવા રોકાણકારો તેમની મિલકત કેરટેકરને સોંપી દે છે. આથી, તમારે કરાર પહેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે વેચાણ ખત, શેર પ્રમાણપત્ર વગેરેની તપાસ કરવી જોઈએ.