ભારતીય શેરમાર્કેટમાં હિન્ડેનબર્ગ-અદાણી કાંડ બાદ શરૂ થયેલ વેચવાલીનો દોર દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે. સોમવારના સત્રમાં બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આ અફરાતફરીના માહોલમાં બજારમાં નાના-મોટા તમામ શેરમાં મસમોટી વેચવાલી જોવા મળી રહી છે, પરંતુ BP Wealthના ટેકનિકલ રિસર્ચ હેડ રોહન શાહે જણાવ્યું કે આ બજારમાં પણ એવા ઘણા શેરો છે જે સારો દેખાવ કરી શકે છે અને 8-12 મહિના દરમિયાન દરેક ઘટાડે ખરીદારી કરવાની વ્યૂહરચના સાથે રોકાણ કરવા આગળ આવવું જોઈએ.