આજે બેંકિગ (Banking) ક્ષેત્રમાં ક્રેડિટ કાર્ડ (Credit Card)ના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. તેથી જ્યારે તમે તમારું પ્રથમ ક્રેડિટ કાર્ડ (First Credit Card) મેળવવા ઇચ્છતા હોય ત્યારે ક્યું કાર્ડ પસંદ કરવું તે એક પડકાર સાબિત થાય છે. તમારા માટે શ્રેષ્ઠ ક્રેડિટ કાર્ડ (Best Credit Card) તમારા ખર્ચના પ્રકાર અને તમે કેવા પ્રકારનો લાભ મેળવવા માંગો છો તેના પર આધારિત છે. તમારી મૂંઝવણને દૂર કરવા માટે અને તમારું પ્રથમ ક્રેડિટ કાર્ડ પસંદ કરવામાં મદદ કરવા માટે અહીં પાંચ બેસ્ટ એન્ટ્રી-લેવલ ક્રેડિટ કાર્ડ્સની યાદી આપવામાં આવી છે. જે તમારા ખર્ચ પર ઉત્તમ સુવિધાઓ (Benefits) અને રિવોર્ડ (Reward) પોઇન્ટ્સ આપશે. આ યાદી પૈસાબજાર દ્વારા તૈયાર કરાઈ છે.
ICICI બેંક - એમેઝોન પે ICICI ક્રેડિટ કાર્ડ પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન પર 5 ટકા કેશબેક, નોન-પ્રાઇમ મેમ્બર્સ માટે એમેઝોન પર 3 ટકા કેશબેક, ફ્લાઇટ બુકિંગ, રિચાર્જ, બિલ પેમેન્ટ, ગિફ્ટ કાર્ડ અને એમેઝોન પે પાર્ટનર મર્ચન્ટ્સ પર ખર્ચ માટે કરેલા ટ્રાન્ઝેક્શન પર 2 ટકા કેશબેક અને અન્ય ટ્રાન્ઝેક્શન પર 1 ટકા કેશબેક ઓફર કરે છે. આ લાઇફટાઇમ ફ્રી ક્રેડિટ કાર્ડ છે. (Image source: ICICI Bank )
એક્સિસ બેંક - એક્સિસ બેંક એસ ક્રેડિટ કાર્ડ ગૂગલ પે દ્વારા કરવામાં આવતી યુટિલિટી બિલ ચુકવણી પર 5 ટકા કેશબેક આપે છે. તેમાં સ્વિગી, ઝોમેટો અને ઓલા પર 4 ટકા કેશબેક, અન્ય તમામ ખર્ચ પર 2 ટકા ફ્લેટ કેશબેક પણ મળે છે. ખર્ચ પર કેશબેક ઉપરાંત, વર્ષ દરમિયાન કાર્ડધારકને 4 ડોમેસ્ટિક લાઉન્જ એક્સેસ મળે છે અને ભારતમાં 4000થી વધુ પાર્ટનર રેસ્ટોરાંમાં 20 ટકા સુધીની છૂટ મળે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી રૂ.499 છે. (Image Source: Axis Bank )
SBI ક્રેડિટ કાર્ડ - એસબીઆઈ સિમ્પલીક્લિક ક્રેડિટ કાર્ડમાં 500 રૂપિયાના એમેઝોન ગિફ્ટ કાર્ડ, એમેઝોન, ક્લિયરટ્રિપ, બુક માય શો, લેન્સકાર્ટ સહિતના પાર્ટનર્સ સાથે 10X રીવોર્ડ, તમામ ઓનલાઇન ખર્ચ પર 5X રીવોર્ડ અને 1 ટકા ફ્યુઅલ સરચાર્જ માફી મળશે. આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી રૂ.499 છે. (Image Source: SBI Card )
ફ્લિપકાર્ટ એક્સિસ બેંક - ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ફ્લિપકાર્ટ અને મિન્ત્રા પર શોપિંગ કરતી વખતે 5 ટકા કેશબેક, ક્લિયરટ્રીપ, ક્યુર ડોટ ફિટ, પીવીઆર, સ્વિગી, ઉબેર વગેરે પર 4 ટકા કેશબેક અને અન્ય તમામ કેટેગરીમાં 1.5 ટકા કેશબેકની સુવિધા આપે છે. ઉપરાંત, વર્ષ દરમિયાન કાર્ડધારકને 4 ડોમેસ્ટિક લાઉન્જ એક્સેસ મળે છે, ભારતમાં 4000થી વધુ પાર્ટનર રેસ્ટોરન્ટમાં 20 ટકા સુધીની છૂટ અને 1 ટકા ફ્યૂઅલ સરચાર્જ માફી મળે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી રૂ.500 છે. (Image Source: Axis Bank)
HSBC કેશબેક ક્રેડિટ કાર્ડ - એચએસબીસી કેશબેક ક્રેડિટ કાર્ડ તમામ ઓનલાઇન ખર્ચ (વોલેટ રિલોડ્સ સિવાય) પર 1.5 ટકા કેશબેક અને અન્ય ખર્ચ પર 1 ટકા કેશબેક ઓફર કરે છે. વર્ષ દરમિયાન કાર્ડધારકને 3 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લાઉન્જ એક્સેસ મળે છે અને મોટા શહેરોમાં પાર્ટનર રેસ્ટોરન્ટમાં જમવા પર 15 ટકા સુધીની છૂટ મળે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી રૂ.750 છે. (Image Source: HSBC Bank)
એક વખત તમે તમારું પહેલું ક્રેડિટ કાર્ડ મેળવી લો પછી તમે તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરો તે ખૂબ જ જરૂરી છે. રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક મેળવવા અને વાર્ષિક રિન્યુઅલ ફી માફ કરવા માટે વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો. જો તમારા ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ન ચૂકવવવા પર લેટ પેમેન્ટ ફીની સાથે 28 થી 49 ટકા સુધીના વ્યાજ ચાર્જિસ પણ લાગશે.