હોટલમાં રોકાવું સસ્તું થયું : GST કાઉન્સિલની ગોવામાં મળેલી બેઠકમાં સૌથી મોટી રાહત હોટલ ઇન્ડસ્ટ્રીઝને મળી છે. હવે રૂ. 1000 સુધીના ભાડા પર ટેક્સ નહીં લાગે. જ્યારે રૂ. 7500ના ભાડાવાળા રૂમ પર ફક્ત 12 ટકા જીએસટી લાગશે. હાલમાં રૂ. 7500 વાળા હોટલ રૂમ પર 18 ટકા જીએસટી લાગે છે. જ્યારે 7500થી વધારે ભાડાવાળા રૂમ પર 18 ટકા જીએસટી લાગશે. પહેલા આવા રૂમ પર 28 ટકા જીએસટી લાગતો હતો. નવા દરો 1 ઓક્ટોબરથી લાગૂ પડશે.