માહિતી અનુસાર, સરકારના ખાતર મંત્રાલય યુરિયાની લઘુત્તમ નિશ્ચિત કિંમત વધારવા પર વિચાર કરી રહ્યું છે. આ બાબતે ઇન્ડસ્ટ્રી અને ખાતર મંત્રાલય વચ્ચે ચર્ચા પણ થઈ ગઈ છે. યુરિયા ઉત્પાદનના કાચા માલને છોડીને પ્લાન્ટ, મશીન, પગાર જેવા ચોક્કસ ખર્ચ પર સરકાર સમયાંતરે તાપસ કરતી રહેતી હોય છે. જેથી યુરિયાની ઉત્પાદન અને વહેંચાણ કિંમત વચ્ચે યોગ્ય અંતર રાખી શકાય.
પણ 2002-03 થી અત્યાર સુધી સરકારે ફિક્સડ કોસ્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેમાં 50 કિલોની યુરિયા બેગ પર રૂ.268 ફિક્સ છે. જો કે 2014 માં NPS-III દરમ્યાન એમાં સામાન્ય વધારો કરાયો હતો. ફર્ટિલાઇઝર એસોસિએશન ઑફ ઇન્ડિયાનું કહેવું છે કે ફિક્સડ કોસ્ટમાં વધારો ન થવાને કારણે યુરિયા ઉદ્યોગ ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે.
એફએઆઈના ચેરમેન કેએસ રાજુના જણાવ્યા અનુસાર, ફિક્સડ કોસ્ટના વાર્ષિક ટેક્સ પછીના નફાના 12 ટકાના દરે વધવો જોઈએ. આ સિવાય FAI અને P&K ફર્ટિલાઇઝર માટે બજાર આધારિત MRP ની વ્યવસ્થા ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે. P&K ફર્ટિલાઇઝર એકમોની MRP ફિક્સ કરતી વખતે ઈન્ડાઈરેક્ટ ટેક્સને બાકાત રાખવાની માંગ કરી છે. સરકાર વિચાર કરી રહી છે અને ઝડપથી નિર્ણય લેશે.
સરકાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ખાતરને રાહત મળી શકે છે. કાચા માલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેના કારણે આગામી નાણાંકીય વર્ષમાં ખાતર સબસિડીની જરૂરિયાતમાં લગભગ 25%નો ઘટાડો થઈ શકે છે. લાંબા ગાળા માટે ખાતર ઉદ્યોગે 2030 સુધીનો રોડમેપ બનાવ્યો છે. જે અંતર્ગત ઉદ્યોગને જરૂરી 50 ટકા ઊર્જા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી લેવામાં આવશે. આ થીમ પર 8 અને 9 ડિસેમ્બરના રોજ વાર્ષિક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.