નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર વિશ્વમાં મહામારી (Pandemic) ફેલાઈ ચૂકી છે. આ બીમારીની હવે સૌથી સસ્તી (Corona Medicine) દવા બની ચૂકી છે. તેને બજારમાં લાવવાની મંજૂરી પણ એક દવા કંપનીને મળી ગઈ છે. આ દવાને બજારમાં લાવવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયા (DCGI) પાસેથી દવા કંપનીને મંજૂરી મળી ચૂકી છે. (પ્રતીકાત્મક તસવીર)
નોંધનીય છે કે, આ દવાની એક ટેબ્લેટ માત્ર 59 રૂપિયામાં મળશે. આ દવાનું નામ છે ફૈવીટૉન (Faviton). તેને બનાવી છે બ્રિન્ટન ફાર્માસ્યૂટિકલ્સે. કંપનીનો દાવો છે કે તે એન્ટીવાયરલ ડ્રગ છે જે કોરોના વાયરસ સામે લડવામાં કોરોના દર્દીઓને મદદ કરશે. આ દવાને ફૈવીપિરાવીર (Favipiravir)ના નામથી પણ બજારમાં વેચવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર)
બ્રિન્ટન ફાર્મા.ના સીએમડી રાહુલ કુમાર દર્ડાએ જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ દવા દેશના દરેક કોરોના દર્દીને મળશે. અમે તેને દરેક કોવિડ સેન્ટર પર પહોંચાડીશું. અમારી દવાની કિંમત પણ ફિક્સ છે. આ એક સસ્તી દવા છે. કંપનીએ કહ્યું છે કે હાલમાં ફૈવીપિરાવીર દવાની જરૂરી સૌને છે. આ દવા એ દર્દીઓ માટે સારી છે જેમને કોરોનાની હળવું કે મધ્યમ દરજ્જાનું સંક્રમણ છે. (પ્રતીકાત્મક તસવીર)