જો તમારી પાસે ખેતીની જમીન ના હોય અને તમે ખેતી કરીને ગુજરાન ચલાવવા ઇચ્છતા હોવ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI ની ખેતીને પ્રોત્સાહિત કરતી એક સ્કીમ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જે હેઠળ જો કોઇ ખેતી કરવા માંગે છે તો તેને 85 ટકા જેટલી લોન જમીન ખરીદવા માટે મળી શકે છે. આ લોન સરળ હપ્તા સાથે તમે ચૂકવી શકો છો.
મોટાભાગે નાના ખેડૂત, મજૂરો અને બેરોજગારોને આ લોન આપવામાં આવે છે. આ લોન તે જ ખેડૂતોને મળે છે જેમની પાસે 5 એકડથી થી ઓછી જમીન છે અને લોન દ્વારા ખેતરમાં સિંચાઇ સુવિધાનો લાભ લેવા માંગે છે. વળી SBI તે જ ખેડૂતોને કે વ્યક્તિઓને આ લોન આપશે જે ઓછામાં ઓછા બે વર્ષ સુધી બેંકની લોન ચુકાવી હોય. અન્ય બેંકોના સારા દેવાદાર પણ આ ફોર્મ ભરી શકે છે. જો કે તેમની પર કોઇ બેંકની લોન બાકી ન હોવી જોઇએ.