નવી દિલ્હીઃ વધતા પેટ્રોલના ભાવને કારણે, આજમગઢના અસદ અબ્દુલ્લાહે એક એવી બાઈકનો આવિષ્કાર કર્યો છે, જે સામાન્ય માણસને ખૂજ જ કામની વસ્તુ બની શકે છે. વાસ્તવમાં ગામમાં રહેનારા અસર એક ખેડૂત પરિવારમાંથી આવે છે, તેમને નાના-નાના કામો માટે બાઈકની જરૂર પડતી હતી. પરંતુ પેટ્રોલના વધતા ભાવોના કારણે બાઈકથી એક જગ્યાથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ હતુ. એવામાં તેમણે ઈલેક્ટ્રિક વાહન બનાવવા વિશે વિચાર્યું.
અસર કહે છે કે, ‘મારો આવિષ્કાર સંપૂર્ણ રીતે ગામના લોકો માટે જ હોય છે. આ બાઈકનો આવિષ્કાર પણ ગામના લોકો માટે જ કર્યો છે. પરંતુ જ્યારે મેં જોયું કે, બજારમાં બે સીટ અને ત્રણ સીટવાળી બાઈક પહેલાથી જ ઉપલબ્ધ છે, તો મને વિચાર આવ્યો કે, 6 સીટની બાઈક બનાવવામાં આવે, જેનાથી એક સાથે વધારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે.’