નવી દિલ્હીઃ ખેડૂતો તેમની કમાણી વધારવા માટે પરંપરાગત પાકોની ખેતીને છોડીને નવા-નવા પાકોની ખેતી કરી રહ્યા છે. આમ જ એક હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના નાઢોડી ગામના પ્રગતિશીલ ખેડૂત રાધેશ્યામે પહેલી વાર સ્વીટ કોર્નની ખેતી કરીને અને તગડો નફો કમાઈ લીધો છે. ઓછા રોકાણમાં જ સ્વીટ કોર્નની ખેતી શરૂ કરી શકાય છે અને તેનાથી કમાણી પણ સારી થાય છે.
રાધેશ્યામે 2 એકર જમીન ભાડાપટ્ટે લઈને સ્વીટ કોર્નની ખેતી કરી. તેમે 6 મહિનામાં સતત બે વાર પાકનું ઉત્પાદન કર્યું, તેને લાખોનો ફાયદો થયો. આમાં ઓછા ખર્ચમાં વધારે કમાણી થાય છે. ખેડૂત રાધેશ્યામ ત્રણ વર્ષથી તેમની ડોઢ એકરની જમીનમાં રંગીન શિમલા મરચાની ખેતી કરી રહ્યા છે. શિમલા મરચાના બિઝનેસમાં પણ આ ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી છે.
ખેડૂતોને આપી આ સલાહ - તેમના પ્રમાણે, ડોઢ એકર જમીનમાં ખાવા માટે અનાજ પણ પર્યાપ્ત માત્રમાં મળતું નથી. ત્યારે તેમણે ખેતીની ટેકનીકને બદલીને ખેતીના ક્ષેત્રમાં ઘણો નફો મેળવ્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને પરંપરાગત ખેતીને છોડીને શાકભાજી અને બાગાયતને પ્રોત્સાહન આપવું જોઈએ. જેનાથી ખેડૂતોને ઓછી માત્રામાં વધારે નફો કમાઈ શકાય.