લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જાણો - પુરી ડિટેલ્સ
કિસાન બિલને લઈ પંજાબ હરિયાણામાં જબરદસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ખેડૂતોએ ચક્કાજામનું એલાન કર્યું હતું. તો હરિયાણાના જિંદમાં ભારતીય કિસાન યૂનિયને રસ્તા જામ કર્યા હતા. જિંદથી પટિયાલા, જિંદથી દિલ્હી અને જિંદથી પાનીપત માર્ગ પર ચક્કા જામ છે.


નવી દિલ્હી: કિસાન બિલને લઈ પંજાબ હરિયાણામાં જબરદસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ખેડૂતોએ ચક્કાજામનું એલાન કર્યું હતું. તો હરિયાણાના જિંદમાં ભારતીય કિસાન યૂનિયને રસ્તા જામ કર્યા હતા. જિંદથી પટિયાલા, જિંદથી દિલ્હી અને જિંદથી પાનીપત માર્ગ પર ચક્કા જામ છે. લોકોને બહાર ન નીકળવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આવા માહોલ વચ્ચે સરકારે કૃષિ બિલ સાથે કેટલીક મહત્વની વાતો જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, તેમાં રહેલી કેટલીક વસ્તુ દુર કરવામાં આવી છે.


કૃષી ઉત્પાદન વ્યાપાર અને વાણિજ્ય વિધેયક 2020: પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય ખેડૂતોને પોતાના ઉત્પાદન અધિસૂચિત કૃષિ ઉપજ વિપણન (એપીએમસી) એટલે કે, નક્કી માર્કેટયાર્ડથી બહાર વેચવાની છૂટ આપવા માટે છે. તેનું લક્ષ્ય ખેડૂતોને તેમની ઉપજ માટે પ્રતિસ્પર્ધી વૈકલ્પિક વ્યાપાર માધ્યમોથી લાભકારી મૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું છે. આ કાયદા હેઠળ ખેડૂતોને તેમની ઉપજના વેચાણ પર કોઈ ઉપકાર અથવા શુલ્ક નહીં લેવામાં આવે. આ ખેડીતોને અનેક નવા વિકલ્પ ઉપલબ્ધ કરાવશે. તેમની ઉપજ પર આવતો ખર્ચ ઓછો થશે. અને તેમને સારૂ મૂલ્ય પ્રદાન કરાવવામાં મદદ કરશે.


મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત અનુબંધ વિધેયક 2020 (The Farmers (Empowerment and Protection) Agreement of Price Assurance and Farm Services Bill, 2020): આ પ્રસ્તાવિત કાયદા હેઠળ ખેડૂતોને તેમની કૃષિ ઉપજને પહેલાથી નક્કી કરવામાં આવેલા ભાવ પર વેચવા માટે કૃષિ વ્યવસાયિક ફર્મો, પ્રોસેસર, જથ્થાબંધ વિક્રેતાઓ, નિકાસકારો અથવા મોટા વેપારીઓ સાથે અનુબંધ કરવાનો અધિકાર મળશે. તેનાથી ખેડૂતોને પોતાના પાકને લઈ જોખમ રહે છે તે તેમના ખરીદદાર પર જશે, જેની સાથે કરાર કરવામાં આવ્યો હશે. તેમને આધુનિક ટેક્નોલોજી અને શાનદાર ઈનપુટ સુધી પહોંચ આપવા સિવાય, આ વિણપન ખર્ચને ઓછો કરીને ખેડૂતોની આવક વધારી દે છે.


આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક 2020 : આ પ્રસ્તાવિત કાયદો આવશ્યક વસ્તુઓના લીસ્ટમાંથી અનાજ, દાળ, ડુંગળી અને બટાકા જેવી કૃષિ ઉપજને યુદ્ધ, અકાળ, અસાધારણ મૂલ્ય વૃદ્ધિ અથવા પ્રાકૃતિક આપદા જેવી અસાધારણ પરિસ્થિતિઓને છોડીને સામાન્ય પરિસ્થિતિમાં હટાવવાનો પ્રસ્તાવ કરે છે, તથા આ પ્રકારની વસ્તુઓ પર લાગુ ભંડારની સીમા પણ સમાપ્ત થઈ જશે. આનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં પ્રાઈવેટ રોકાણ-એફડીઆઈને આકર્ષિત કરવાની સાથે-સાથે મૂલ્ય સ્થિરતા લાવવાનો છે. વિરોધ - આનાથી મોટી કંપનીઓને એવા કૃષિ જિંસોના ભંડારણની છૂટ મળી જશે, જેનાથી તે ખેડૂતો પર પોતાની મરજી થોપી શકશે. સરકારનો પક્ષ - કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ખેડીતો માટે પાકના ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી)ની વ્યવસ્થા ચાલુ જ રહેશે.


કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ન્યૂનત્તમ સમર્થન મૂલ્યને આ વિધેયકથી કોઈ લેવા-દેવા નથી. ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય પર ખરીદી થઈ રહી હતી અને આગામી સમયમાં પણ થશે જ. તેમાં કોઈએ શંકા કરવાની જરૂરત નથી. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આ બિલ ખેડૂતોના જીવનમાં ક્રાતિકારી બદલાવ લાવશે. ખેડીતોને પોતાનો પાક કોઈ પમ સ્થાનથી કોઈ પણ સ્થાન પર ઈચ્છા પ્રમાણેની કિંમત પર વેચવાની સંવતંત્રતા હશે.