નવી દિલ્હીઃ જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો અમે તમને એક જોરદાર આઈડિયા આપી રહ્યા છીએ. આ બિઝનેસ સેકન્ડ હેન્ડ કારોનો છે. વર્તમાન સમયમાં આ બિઝનેસ ધણો નફાકારક સાબિત થઈ રહ્યો છે. આ બિઝનેસ દ્વારા ધણા લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. સેકન્ડ હેન્ડ કારોનો બિઝનેસ કરીને તમે સરળતાથી સારી કમાણી કરી શકો છો.
કેવી રીતે કરવી બિઝનેસની શરૂઆત? - જૂની કારોનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે કોઈ જગ્યા પર તમારી ઓફિસ ખોલવી પડશે અને પછી તેનો પ્રચાર કરવો પડશે. તમે જૂની કારો ખરીદીને તેને ઊંચા ભાવે વેચીને નફો કમાઈ શકો છો. જ્યારે તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદનાર ગ્રાહક અને કાર વેચનાર વચ્ચે દલાલ તરીકે પણ કામ કરી શકો છો. આમાં તમે ગ્રાહક અને વેચનાર બંને પાસેથી કમિશન મેળવી શકો છો.
બિઝનેસ માટે આવી જગ્યાઓ પસંદ કરો - સેકન્ડ હેન્ડ કારોનો બિઝનેસ કરીવા માટે તમારે કોઈ એવી જગ્યા પસંદ કરવી પડશે, જ્યાં વ્હીકલ્સ સાથે જોડાયેલો કોઈ પણ પ્રકારનો ધંધો ન થઈ રહ્યો હોય. મોટાભાગના શહેરોમાં કારોનો શો-રૂમ, ગેરેજ, કાર વોશિંગની દુકાનો વગેરે એક જ જગ્યાએ હોય છે. જો તમે પણ આવી જગ્યાએ તમારી ઓફિસ ખોલો છો, તો તમારી પાસે ગ્રાહક આવવાની સંભાવના ઘણી હદ સુધી વધી જાય છે.
આ બિઝનેસમાં કેટલી કમાણી થશે? - ઘણા લોકો તેમની જૂની કારોને બિલકુત સારી કન્ડીશનમાં જ વેચી દે છે. તમારે હંમેશા એવા લોકો પાસેથી કાર ખરીદવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેમની કારોમાં રિપેરિંગનો વધારો ખર્ચ ન કરવો પડે અને ગ્રાહકને પણ જલ્દી પસંદ આવી જાય. જો તમે સેકન્ડ હેન્ડ કારોના બિઝનેસમાં એક કાર પર 25-20 હજાર રૂપિયાનું કમિશન મળે છે, તો તમે દર મહિને 4-5 કરો વેચીને એક લાખથી પણ વધારેની કમાણી કરી શકો છો.