

તેવા અનેક લોકો છે જે અલગ અલગ સંસ્થામાં કામ કરી ચૂક્યા છે. જે દરમિયાન તે અલગ અલગ પીએફ એકાઉન્ટ (PF Account) ધરાવે છે. પ્રોવિડેંડ ફંડ (Employees Provident Fund)ને લઇને મોટાભાગના આવા કેસમાં જેમાં EPFO સિસ્ટમમાં કંપની છોડવાની તારીખ ના હોવાના કારણે ફંડ નિકાળવા કે ટ્રાંસફર કરવાનું અટકી જાય છે. અને કેટલીક વાર કંપની બંધ થવા પર તમારી પાસે ખાતાને કોઇ રીતે સર્ટિફાઇ કરવાનો રસ્તો પણ નથી હોતો આવા સમયે તે PF એકાઉન્ટથી પૈસા નીકાળવા મુશ્કેલ થઇ જાય છે.


ક્યાં બંધ થાય છે EPF ખાતું - જો તમારી જૂની કંપની બંધ થઇ ગઇ છે અને તમે તમારા પૈસા નવી કંપનીના એકાઉન્ટમાં ટ્રાંસફર નથી કર્યા કે પછી એકાઉન્ટમાં 36 મહિના સુધી કોઇ ટ્રાંજેક્શન નથી થયો તો નિયમ મુજબ ખાતું બંધ થઇ જશે. EPFO તેવા ખાતાને નિષ્ક્રિય કેટેગરીમાં નાંખી દે છે નિષ્ક્રિય થવા પર એકાઉન્ટથી પૈસા નીકાળવામાં મુશ્કેલી આવે છે.


આ માટે એકાઉન્ટ એક્ટિવ રાખવા માટે EPFOનો સંપર્ક કરવો પડશે. જો કે નિષ્ક્રિય થવા પર ખાતામાં પડેલા પૈસા પર વ્યાજ મળતું રહે છે.


બેંકની મદદથી નીકાળો પૈસા- જો તમારી જૂની કંપની બંધ થઇ ગઇ છે અને તમને તમારા પૈસા નવી કંપનીના એકાઉન્ટમાં ટ્રાંસફર નથી કર્યા કે પછી આ ખાતામાં 36 મહિના સુધી કોઇ ટ્રાંજેક્શન નથી થયું તો 3 વર્ષ પછી આ ખાતાને બંધ કરવામાં આવશે. EPFના નિષ્ક્રિય ખાતાથી જોડવામાં આવશે. અને પૈસાને બેંકની મદદથી KYC દ્વારા પૈસા નીકાળી શકાશે.


કંપની બંધ થવા પર આ રીતે કરાવો સર્ટિફાઇ- EPFOએ પોતાના એક સર્કુલરમાં આ નિયમને લઇને કેટલાક પોઇન્ટ જાહેર કર્યા છે. EPFO મુજબ, નિષ્ક્રિય ખાતાથી જોડાયેલા ક્લેમને દૂર કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. આ વાતનું પૂરું ધ્યાન રાખો કે છેતરપીંડીથી સંબંધિત જોખમ ઓછું થાય અને યોગ્ય દાવેદાર સુધી ક્લેમનું ભુગતાન થાય. નિષ્ક્રિય પીએફ ખાતાથી સંબંધિત ક્લેમ પૂરા કરવા માટે જરૂરી છે. તે ક્લેમને કર્મચારીના નિયોક્તા સર્ટિફાઇડ કરવામાં આવે. જો કે જે કર્મચારીની કંપની બંધ થઇ ચૂકી છે અને કલેમ સર્ટિફાઇડ કરવા માટે કોઇ નથી તો તેવામાં ક્લેમને બેંક KYC દસ્તાવેજના આધાર પર સર્ટિફાઇ કરી શકાય છે.


કયા દસ્તાવેજ જોઇશે? KYC દસ્તાવેજોમાં પાન કાર્ડ, વોટર આઇડેંટિટી કાર્ડ, પાસપોર્ટ, રાશન કાર્ડ, એએસઆઇ, આઇડેંટિટી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસેંસ જોડાશે. આ સિવાય સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા બીજા ઓળખ પત્ર જેમ કે આધારનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ પછી આસિસેંટટ પ્રોવિડેંડ ફંડ કમિશ્નર કે બીજા અધિકારીથી વિથડ્રોલ કે ટ્રાંસફરની મંજૂરી લઇ શકાય છે.