

નવી દિલ્હીઃ EPFOના વ્યાપમાં આવતી સંગઠિત ક્ષેત્રની કંપનીઓને પોતાના કર્મચારીઓને EPF (Employee Provident Fund)નો લાભ ઉપલબ્ધ કરાવવાનો હોય છે. EPFમાં એમ્પ્લોયર તથા અમ્લોપીઈ બંને તરફથી યોગદાન કર્મચારીના બેઝિક પગાર તથા DAના 12-12 ટકા હોય છે. કંપનીના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા એમ્લો ાઇ પેન્શન સ્કીમ EPSમાં જાય છે. (પ્રતીકાત્મક તસવીર)


CNBC આવાજને સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, EPFOથી પેન્સનર્સને દિવાળી પર વધેલા પેન્શનની ભેટ મળી શકે છે. સૂત્રો મુજબ, નાણા મંત્રાલય શ્રમ મંત્રાલયના મિનિમમ પેન્શનમાં વધારાના પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે. શ્રમ મંત્રાલયના પ્રસ્તાવ પર સહમતિના કારણે મિનિમમ પેન્શન બમણું કરવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)


ડબલ થઈ શકે છે પેન્શન- સૂત્રો મુજબ મિનિમમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા થઈ શકે છે. તેની પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT-Central Board of Trustees)થી 2019માં મંજૂરી મળી હતી. હવે CBTની મિનિમમ પેન્શન 2000-3000 રૂપિયા કરવાની માંગ છે. પેન્શન બમણું કરવા પર સરકારના માથે 2000-2500 કરોડ રૂપિયાનું ભારણ વધશે. આ વધારાથી લગભગ 60 લાખ પેન્શનરોને ફાયદો મળશે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, પ્રાઇવેટ સેક્ટરથી સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓને પણ નિવૃત્તિ બાદ માસિક પેન્શનનો લાભ મળી શકે, તેના માટે એમ્પ્લોઇ પેન્શન સ્કીમ 1995 (EPS)ની શરૂઆત કરવામાં આવી હતી. EPF સ્કીમ, 1952 હેઠળ એમ્પ્લોયર દ્વારા કર્મચારીના EPFમાં કરવામાં આવતા 12 ટકા કોન્ટ્રીબ્યૂશનમાં 8.33 ટકા EPSમાં જાય છે. 58 વર્ષની ઉંમર બાદ કર્મચારી EPSના પૈસાથી મન્થલી પેન્શનનો લાભ મેળવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)


EPF એકાઉન્ટથી કેટલા પૈસા ઉપાડી શકાય છે? - 10 વર્ષથી પહેલા સેવાના વર્ષ જેટલા ઓછા હશે એટલી ઓછી રકમ ને તમે એકસાથે ઉપાડી શકશો. ડેલોયટ ઈન્ડિયામાં પાર્ટનર સરસ્વતી કસ્તૂરીરંગન કહે છે કે ઇપીએફ સ્કીમથી એકસાથે ઉપાડની મંજૂરી ત્યારે જ મળે છે જો સેવાના વર્ષ 10 વર્ષથી ઓછા છે. તમને પરત કરવામાં આવતી રકમ ઇપીએફ સ્કીમ 1995માં આપવામાં આવેલા ટેબલ ડી પર આધારિત રહેશે. (પ્રતીકાત્મક તસવીર)


નોકરી ગુમાવતા ઈપીએફ ખાતાથી પૈસા ઉપાડતા શું થશે? – ઈપીએફ સ્કીમ હેઠળ, નોકરી ગુમાવનાર સભ્યની પાસે પૂરી રકમ ઉપાડીને ખાતાને બંધ કરવાનો વિકલ્પ છે. ખાતાને બંધ કરવા (બે મહિનાથી વધુ સમય માટે બેરોજગાર રહેતા) પર ઇપીએફ અને ઇપીએફ ખાતું (શરત એ છે કે સેવાના વર્ષ 10 વર્ષથી ઓછા હોય)થી એકસાથે પૂરી સકમ ઉપાડી શકાય છે. (પ્રતીકાત્મક તસવીર)