

નવી દિલ્હી : કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે ચાલી રહેલા લોકડાઉનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકાર અનેક પગલા ભરી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે ESIC યોજનાનો ફાયદો ઉઠાવનારા કર્મચારીઓને વાર્ષિક એકસાથે અંશદાન જમા ન થવા છતા 30 જૂન 2020 સુધી કર્મચારીઓને તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, ESIC યોજનાનો લાભ તેવા કર્મચારીઓને મળે છે, જેમની માસિક આવક 21 હજાર રૂપિયાથી ઓછી હોય અને જે ઓછામાં ઓછા 10 કર્મચારીવાળી કંપનીમાં કામ કરતો હોય. આ પહેલા વર્ષ 2016 સુધી માસિક આવક સીમા 15 હજાર રૂપિયા હતા, જે 1 જાન્યુઆરી 2017થી વધારી 21 હજાર રૂપિયા કરવામાં આવી હતી.


1. મળતી રહેશે બધી સુવિધા - ESICએ જાહેરાત કરી છે કે, લોકડાઉનના ચાલતા જે પમ કંપનીઓ કર્મચારીઓનું વાર્ષિક પ્રિમિયમ જમા નથી કરી શકી તો પણ કર્મચારીઓની મેડિકલ સુવિધા નહીં રોકવામાં આવે.


2. એક્સપાયર કાર્ડનો પણ કરી શકશે ઉપયોગ - કર્મચારી પોતાના મેડિકલ કાર્ડ, જેના દ્વારા તેમને મેડિકલ સેવાઓ મળે છે, તે એક્સપાયર થઈ ગયું છે તો તિંતા કરવાની જરૂરત નથી. તે પોતાના જૂના કાર્ડ પર તમામ સેવાઓ મેળવી શકશે. આ સેવા 30 જૂન 2020 સુધી ચાલુ જ રહેશે.


3. પ્રાઈવેટ મેડિકલ સ્ટોર પરથી લઈ શકાય છે દવાઓ - ESICએ કર્મચારીઓ અથવા અન્ય લાભાર્થીઓને લોકડાઉન દરમિયાન પ્રાઈવેટ મેડિકલ સ્ટોરથી દવાઓ લેવાની સુવિધા પણ આપી છે. કર્મચારી પ્રાઈવેટ મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદ્યા બાદ ESIC પાસે ખર્ચ કરવામાં આવેલા પૈસાનો ક્લેમ કરી શકશે. એવામાં જે કર્મચારીઓની નિયમીત દવાઓ ચાલે છે અને લોકડાઉનમાં તે હોસ્પિટલ નથી જઈ શકતા તેમને ઘણી રાહત મળશે.


4. અન્ય હોસ્પિટલોમાં થઈ શકે છે સારવાર - જે ESIC હોસ્પિટલોને COVID-19 હોસ્પિટલમાં બદલવામાં આવી છે, ત્યાં સારવાર કરાવનાર કર્મચારીએ ચિંતા કરવાની જરૂરત નથી. નિયમીત રીતે આ હોસ્પિટલોમાં સારવાર કરાવનાર કર્મચારીને મેડિકલ સુવિધા આપવા ESICએ કરાર કર્યો છે.


5. કંપનીઓને મળી મોટી રાહત - કર્મચારી રાજ્ય વીમા નિગમે કંપનીઓેને રાહત આપતા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું પ્રિમિયમ જમા કરાવવા માટેની સમયમર્યાદાને 15 મે 2020 સુધી વધારી દેવામાં આવી છે. દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની સોશ્યલ સિક્યોરીટી સ્કીમ સાથે ફેબ્રુઆરીમાં 11.56 લાખ મેમ્બર જોડાયા હતા. આ પહેલા જાન્યુઆરીમાં ESICમાં 12.19 લાખ નવા મેમ્બર રજિસ્ટર્ડ થયા હતા. (તમામ તસવીર પ્રતિકાત્મક)