ચાઇનીઝ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા, BYD એ ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Atto 3 ને 33.99 લાખ રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરી છે. BYD એ 2017 માં ઇલેક્ટ્રિક બસો લોન્ચ કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે E6 MPV નવેમ્બર 2021 માં રજૂ કરવામાં આવી હતી. હાલમાં વૈશ્વિક બજારોમાં સૌથી મોટી EV નિર્માતા તરીકે ઘોષિત, BYD એ જણાવ્યું છે કે નવી Atto 3 ઇલેક્ટ્રિક SUV ને લગભગ 1,500 બુકિંગ મળ્યા છે.
BYD Atto 3 ઇલેક્ટ્રિક એસયુવી ટેક સ્પોર્ટી લુક ધરાવે છે. આમાં તમને આકર્ષક ફીચર્સ પણ મળે છે. તેમાં L2 એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), BYD ડિપાયલોટ, 7 એરબેગ્સ, પેનોરેમિક સનરૂફ, 12.8-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, 360° હોલોગ્રાફિક ટ્રાન્સપરન્ટ ઇમેજિંગ સિસ્ટમ, મોબાઇલ પાવર સ્ટેશન જેવી સુવિધાઓ મળે છે.
BYD-ATTO 3 એ 5-સ્ટાર યુરો NCAP સલામતી રેટિંગ હાંસલ કર્યું છે. BYD ATTO-3 એ 4 રંગોમાં ઉપલબ્ધ છે: બોલ્ડર ગ્રે, પાર્કૌર રેડ, સ્કી વ્હાઇટ અને સર્ફ બ્લુ. BYD-ATTO 3, 7kW નું હોમ ચાર્જર અને તેની ઇન્સ્ટોલેશન સેવા, 3kW પોર્ટેબલ ચાર્જિંગ બોક્સ, 3 વર્ષનું ફ્રી 4G ડેટા સબસ્ક્રિપ્શન, 6 વર્ષ રોડસાઇડ સહાય અને 6 વર્ષની મફત જાળવણી સેવા ઓફર કરે છે.