Home » photogallery » બિઝનેસ » આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

ગત કેટલાક દિવસોમાં ઘણી કંપનીઓએ તેના ક્વાટર પરિણામો જાહેર કરી દીધા છે. બ્રોકરેજ ફર્મ આમાંથી કેટલીક કંપનીઓના પરિણામો જોઈને ખુશ જોવા મળી રહ્યા છે. આ કંપનીઓમાં વિવિધ બેંકિંગ શેર સામેલ છે.

विज्ञापन

  • 17

    આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

    નવી દિલ્હીઃ ગત કેટલાક દિવસોમાં ઘણી કંપનીઓએ તેના ક્વાટર પરિણામો જાહેર કરી દીધા છે. બ્રોકરેજ ફર્મ આમાંથી કેટલીક કંપનીઓના પરિણામો જોઈને ખુશ જોવા મળી રહ્યા છે. આ કંપનીઓમાં વિવિધ બેંકિંગ શેર સામેલ છે. બ્રોકરેજ ફર્મોનું માનીએ તો, આ કંપનીઓના શેરમાં વર્તમાન ભાવથી 35થી 45 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 27

    આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

    1. SBI કાર્ડ એન્ડ પેમેન્ટ - ડિસેમ્બર ક્વાટરમાં એસબીઆઈ કાર્ડસનો શુદ્ધ નફો 32.1 ટકા વધીને 509.5 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જો ગત નાણાકીય વર્ષના ક્વાટરમાં 386 કરોડ રૂપિયા રહ્યો હતો. જો કે, કંપનીનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ડિસેમ્બર ક્વાટરામં 11.6 ટકા ઘટી ગયો છે. જે તેનું સૌથી નીચલું સ્તર છે. ગત વર્ષે આ ક્વાટરમાં જ કંપનીની NIM 19.2 ટકા રહ્યું હતું. પરિણામો પછી બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે શેરને ખરીદવાની સલાહ આપી છે અને તેના માટે 1040.00 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. જે મુજબ શેરોમાં વર્તમાન ભાવ કરતા 45.43 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 37

    આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

    2. સ્ટ્રાઈડ્સ ફાર્મા સાઈન્સ - ડિસેમ્બર ક્વાટરમાં સ્ટ્રાઈડ ફાર્મા કંપનીની કન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ઘટીને 82 કરોડ રૂપિયા પર આવી છે. જે ગત વર્ષના આ જ ક્વાટરમાં 127 કરોડ રૂપિયા હતી. જ્યારે, સ્ટેન્ડએલોન આધાર પર કંપનીના ડિસેમ્બર ક્વાટરમાં 12 કરોડનો નફો નોંધાવ્યો છે. જ્યારે ગત વર્ષના આ જ ક્વાટરમાં તેને 18 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. કંપનીની બિઝનેસ આવક 865 કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષના આ જ ક્વાટરમાં 794 કરોડ રૂપિયા હતી. પરિણામો પછી બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે શેરને ખરીદવાની સલાહ આપી છે અને તેના માટે 462.00 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. જે મુજબ શેરોમાં વર્તમાન ભાવ કરતા 43.19 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 47

    આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

    3. SBI લાઈફ ઈન્શ્યોરન્સ - ડિસેમ્બર ક્વાટરમાં એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સનો નફો 16 ટકા ઘટીને 304 કરોડ રૂપિયા રહ્યો, જે તેના ગત વર્ષના સમાન ક્વાટરમાં 364 કરોડ રૂપિયા હતો. કંપનીની ચોખ્ખી પ્રીમિયમ આવક ડિસેમ્બર ક્વાટરમાં 6 ટકા વધીને 19,170 કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષના આ જ ક્વાટરમાં 18,025 કરોડ રૂપિયા હતી. પરિણામો પછી બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે શેરને ખરીદવાની સલાહ આપી છે અને તેના માટે 1750.00 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. જે મુજબ શેરોમાં વર્તમાન ભાવ કરતા 39.17 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 57

    આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

    4.ICICI બેંક - બેંકનો નફો ડિસેમ્બર ક્વાટરમાં વાર્ષિક આધાર પર 34.2 ટકા વધીને 8311.9 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે, નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ વાર્ષિક આધાર પર 34.6 ટકા વધીને 16,464 કરોડ રૂપિયા રહ્યો. સાથે જ બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન તેના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. પરિણામો પછી બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે શેરને ખરીદવાની સલાહ આપી છે અને તેના માટે 1750.00 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. જે મુજબ શેરોમાં વર્તમાન ભાવ કરતા 39.17 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

    5. એક્સિસ બેંક - ડિસેમ્બર ક્વાટરમાં એક્સિસ બેંકનો નફો 62 ટકા વધીને 5,853.1 કરોડ રૂપિયા રહ્યો. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં બેંકને 3,614 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે કંપનીનો ચોખ્ખો નફો વધીને 9.277 કરોડ રૂપિયા રહ્યો. આ ઉપરાંત, બેંકની ફી આવક પણ સારી રહી છે. એસેટ ક્વાલિટીમાં પણ સુધાર થયો છે. પરિણામો પછી બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝે શેરને ખરીદવાની સલાહ આપી છે અને તેના માટે 1200.00 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. જે મુજબ શેરોમાં વર્તમાન ભાવ કરતા 34.48 ટકા તેજી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES