How To Earn Money: કોઈપણ માણસ તેની મહેનતથી કમાયેલા પૈસા પર વધુમાં વધુ વળતર (Good Return of Investment) મેળવવા માંગે છે. પરંતુ તેના માટે સૌથી વધુ મહત્ત્વ પૈસાની સલામતી (Secure Money) છે. કોઈપણ માણસ એવું ઈચ્છે છે કે તેના પૈસા ડૂબે નહીં તેવી ગેરંટી તેને મળે. જો પૈસા સલામત ન હોય તો નુકસાન થવાની સંભાવના છે અને જો યોગ્ય વળતર ન મળે તો રોકાણ (Investment Tips) કરવાનો કોઈ ફાયદો નથી. (પ્રતીકાત્મક તસવીર)
જોકે, પોસ્ટ ઓફિસની યોજનાઓમાં (Post Office Schemes) રોકાણ કરવાથી એકસાથે બંને લાભ મેળવી શકાય છે. જો તમે કોઈપણ પોસ્ટ ઓફિસ પોલિસીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી દઈએ કે તમારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund)માં નાણાંનું રોકાણ કરવું જોઈએ. અહીં રોકાણકારને બંને ફાયદા એટલે કે પૈસાની સલામતી અને ગેરંટીડ રિટર્ન પણ મળશે. ઉલ્લેખનીય છે કે, PPFની પાકતી મુદત 15 વર્ષ છે. આ યોજનામાં તમે દરરોજ લગભગ 70 રૂપિયા જમા કરીને લાખો રૂપિયાનું ફંડ બનાવી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)
ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ- આ ખાતું 15 વર્ષે મેચ્યોર થાય છે. આ ખાતામાં જમા થયેલા પૈસા પર તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. મહત્વનું છે કે, 1 એપ્રિલ, 2020થી સરકાર આ ખાતા પર 7.10 ટકા વ્યાજ આપી રહી છે. દા.ત. કોઈ વ્યક્તિએ દર મહિને PPF ખાતામાં 1000 રૂપિયા જમા કરાવ્યા છે. એટલે કે 1000 રૂપિયાની ડિપોઝિટ 15 વર્ષમાં 1,80,000 રૂપિયા થઈ જશે. (પ્રતીકાત્મક તસવીર)
આ રકમ પર તમને 1,35,567 રૂપિયા વ્યાજ મળશે. એટલે કે આ ખાતાની મેચ્યોરિટી પર 15 વર્ષ પછી તમને કુલ 3,15,567 રૂપિયા મળશે. જો કોઈ વ્યક્તિ દર મહિને 2 હજાર એટલે કે વર્ષે 24 હજાર રૂપિયા જમા કરે છે, તો તેની કુલ જમા રકમ 3,36,000 રૂપિયા હશે અને તેના પર 2,71,135 રૂપિયા વ્યાજ મળશે. જેથી 15 વર્ષ બાદ રોકાણકારને કુલ 6,31,135 રૂપિયા મળશે. (પ્રતીકાત્મક તસવીર)
વ્યાજદરમાં વધારો થવાથી પાકતી રકમમાં થઇ શકે છે વધારો- આપણે જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ યોજનાઓના વ્યાજ દરની દરની સમીક્ષા દર ત્રિમાસિકે કરવામાં આવે છે. એટલે કે દરેક ક્વાર્ટરમાં વ્યાજદરમાં ફેરફાર થવા શક્ય છે. જોકે, છેલ્લા ઘણા ક્વાર્ટરથી પોસ્ટ ઓફિસ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી. જો કોઈ વ્યક્તિ દર મહિને PPFમાં 2000 રૂપિયાનું રોકાણ કરે છે અને વ્યાજ દર વધે છે, તો તેની પાકતી રકમમાં પણ વધારો થશે. (પ્રતીકાત્મક તસવીર)
સમયથી પહેલા પણ બંધ કરી શકો છો ખાતુ- ઉલ્લેખનીય છે કે, જો કોઈ કારણસર 15 વર્ષ પહેલા તમને પૈસાની જરૂર પડે, તો તમે પાકતી મુદત પહેલા જ PPF ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. તમે મેડિકલ ગ્રાઉન્ડ પર PPF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. જેનું કારણ એ છે કે જો ખાતાધારક, તેનું જીવનસાથી અથવા કોઈ આશ્રિત ગંભીર બીમારીમાં પટકાય છે, તો પૈસા ઉપાડવાની મંજૂરી મળે છે. જો બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર હોય, તો તમે સમયથી પહેલાં પણ PPF ખાતું બંધ કરી શકો છો. તેમજ ખાતાધારકના મૃત્યુ પર નોમિની પૈસા ઉપાડી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)