નવી દિલ્હી : જો તમે પૈસા કમાવવા માટે કોઈ સારા વેપારની (Business) શોધમાં હોવ તો તમારા માટે સારા નફા વાળો એક ઉત્તમ વેપાર છે એસબીઆઈના એટીએમની (SBI ATM Franchise ) ફ્રેન્ચાઇઝી. તમે એસબીઆઈની ફ્રેન્ચાઇઝી મેળવી અને એટીએમના માધ્યમથી દર મહિને રૂપિયા 70,000થી પણ વધુ રકમ (Earn Money) મેળવી શકો છો. કેવી રીતે થઈ શકે છે આ વેપાર. જાણો આ ખાસ લેખમા. એટીએમ શરૂ કરવા માટે બેન્ક દ્વારા જુદી જુદી કંપનીઓનો કામ સોંપવામાં આવે છે. આ કંપનીઓ અલગ અલગ જગ્યાએ એટીએમ લગાડવાનો કોન્ટ્રાક્ટ લઈ કામ કરે છે. એસબીઆઈના એટીએમની ફ્રેન્ચાઇઝી માટે કેટલીક શરતો છે. ફાઇલ તસવીર.
એટીએમ માટે તમારી પાસે 50-80 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા હોવી જરૂરી છે. બીજા એટીએમથી આ જગ્યાની 100 મીટર દૂરી હોવી અનિવાર્ય છે. આ સ્પેસ ગ્રાઉન્ડ ફ્લોર પર અને સારી રીતે દેખાય તેવી હોવી જોઈએ. આ જગ્યા પર 24 કલાકની વીજ ક્ષમતા હોવી જોઈએ. આ ઉપરાંત 1 કિલોવોટ વીજ કનેક્શન હોવું જોઈએ. આ એટીએમનું સ્થળ એવું હોવું જોઈએ કે ઓછામાં ઓછા રોજના 300 ટ્રાન્ઝેક્શન થઈ શકે. એટીએમમાં કોન્ક્રીટની છત અનિવાર્ય છે. વી-સેટ લગાડવા માટે સોસાયટી અથવા ઑથોરિટીથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ જોઈએ.
એસબીઆઈના એટીએમ માટે એપ્લાય કરવા માટે તમારે ફ્રેન્ચાઇઝી આપતી કંપનીની વેબસાઇટ પર જઈને એપ્લિકેશન કરવાની રહેશે. એટીએમ શરૂ કરનાર કંપનીઓ જુદી જુદી હોય છે પરંતુ ભારતમાં મોટા ભાગે આ કામ Tata Indicash, Muthoot ATM , India One ATM પાસે છે. આ ઉપરાંત તમામ કંપનીઓની વેબસાઇટ પર ઑનલાઇન લોગીન કરી અને તમે એપ્લીકેશન કરી શકો છો. પ્રતિકાત્મક તસવીર
આ વેબસાઇટના સરનામાં આ મુજબ છે. Tata Indicash - www.indicash.co.in Muthoot ATM - www.muthootatm.com/suggest-atm.html India One ATM - india1atm.in/rent-your-space ટાટા ઇન્ડિકેશ કંપનીઓમાં સૌથી જૂની છે અને આ કંપની સિક્યોરિટી ડિપોઝિટ તરીકે રૂપિયા 2 લાખ લઈને ફ્રેન્ચાઇઝી આપે છે જે રિફન્ડેબલ હોય છે. આ ઉપરાંત 3 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે આપવામાં આવે છે. આમ કુલ રોકાણ રૂપિયા 5 લાખનું થાય છે. ફાઇલ તસવીર
એસબીઆઈના એટીએમની ફ્રેન્ચાઇઝીમાંથી પ્રતિકેશ ટ્રાન્ઝેક્શન 8 રૂપિયા અને પ્રતિ નો કેશ ટ્રાન્ઝેક્શન 2 રૂપિયા મળે છે. વર્ષમાં રિટર્ન ઑન ઇન્વેસ્ટમેન્ટ રૂપિયા 33-50 ટકા સુધી છે. ઉદાહરણ તરીકે જો તમારા એટીએમ પરથી રોજના 250 ટ્રાન્ઝેક્શન થાય તો તેના 35 ટકા લેખે ઓછામાં ઓછી 45 હજારની આવક મળશે જ્યારે રોજના 500 ટ્રાન્ઝેકશન થવા પર 90 હજાર જેટલી આવક થાય અને જો 300 ટ્રાન્ઝેક્શન થાય તો 70,000થી વધુ આવક થઈ શકે છે.