અમદાવાદઃ ખેતીમાં જો અલગ પ્રયોગ કરવામં આવે તો નક્કી જ ખેડૂતભાઈઓને સફળતા મળે છે. સામાન્ય રીતે આપણે જુદા જુદા અનાજ, શાકભાજી અને ફ્રૂટની ખેતી સફળતાપૂર્વક કરીને લાખો રુપિયા કમાણી કરતાં કેટલાક ખેડૂતોની કહાની જાણી છે, પરંતુ આજે એક એવી ખેતી વિશે વાત કરવા જઈ રહ્યા છે જે ઉગે તો ખેતર અને તેની આસપાસ તો સુવાસ ફેલાવે પરંતુ સાથે સાથે ખેડૂતના જીવન અને ઘર-પરિવારમાં પણ રુપિયાની મહેક પ્રસરે છે.
ગુજરાત સરકાર ખેડૂતોની આવ વધે તે માટે અનેક યોજના ચલાવે છે. જેમાં ફૂલની ખેતી કરીને ખેડૂત સારી કમાણી કરી શકે માટે સરકાર દ્વારા ખાસ યોજના હેઠળ દાંડી ફૂલો, છુટા ફૂલો, કંદ ફૂલો જેવા વિવિધ પ્રકારની ખેતી માટે સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીમાંથી તમારે ક્યા પ્રકારના ફૂલનું વાવેતર કરવું તેના વિશે માર્ગદર્શન પણ મળી શકે છે.