1 એપ્રિલથી દેશમાં ઈટર-સ્ટેટ ઈ વે બિલ લાગૂ થઈ જશે. જીએસટી નેટવર્ક કમિટીની બેઠકમાં આના પર સહમતિ બની ગઈ છે. પરંતુ હવે વેપારીઓના મનમાં એનેક પ્રશ્ન થવા લાગ્યા હશે કે, આ બિલ કેવી રીતે બનાવી શકાય અને ક્યાં લોગ ઈન કરવું પડશે. તમને જણાવી દઈએ કે શનિવારે ગ્રુપ ઓફ મિનિસ્ટરના ચેરમેન સુશિલ મોદીએ કહ્યું, અમે 1 એપ્રિલ 2018થી આ વ્યવસ્થાને લાગૂ કરવાની ભલામણ કરી છે. આ સંબંધમાં છેલ્લી મંજૂરી જીએસટી કાઉન્સિલ તરફથી આપવામાં આવશે. બિહારના ડેપ્યુટી સીએમ સુશિલ મોદીએ કહ્યું કે, આ લાગૂ થતા સમયે 26 થી 30 લાખ ઈ વે બિલ જનરેટ થવાની આશા છે. તેમણે કહ્યું કે, 9.5 લાખ ટેક્સપેયર ઈ વે બિલ પોર્ટલ સાથે રજિસ્ટર્ડ છે. આમાં 6.5 લાખ ઈ વે બિલ રોજ જનરેટ થાય છે.
અહીં કરવું પડશે લોગ ઈન - ઈ-વે બિલ બનાવવા માટે<br />https://ewaybill4.nic.in/ewbnat234 પર ક્લિક કરવું પડશે. ત્યાં તમારો જીએસટીનો યૂઝર આઈડી પાસવર્ડ નાખો. ત્યારબાદ પોતાનું ઈ-વે બિલ જનરેટ કરી શકો છો. જો તમે ઈ-વે બિલ પર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો, પહેલા રજિસ્ટ્રેશન કરવું પડશે. આના માટે ઈ વે બિલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવું પડશે અને પોતાનો જીએસટીઆઈએન નંબર ભરવાનો રહેશે. ત્યારબાદ તમારો પાસવર્ડ જનરેટ થઈ જશે.