નવી દિલ્હીઃ ડ્રોન બનાવનારી કંપની આઈડિયાફોર્જ ટેકનોલોજીએ IPO દ્વારા રૂપિયા એકત્રિત કરવા માટે શેરબજાર નિયામક સેબી પાસે પ્રાથમિક મંજૂરી દસ્તાવેજ જમા કરાવ્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની પાસે જમા કરવામાં આવેલા DRHP પ્રમાણે, આઈડિયા ફોર્જ 300 કરોડ રૂપિયાના મૂલ્યના શેર બહાર પાડશે. આ ઉપરાંત પ્રવર્તક અને વર્તમાન શેરધારકોની તરફથી 48,69,712 શેરોનું ઓફર ફોર સેલ પણ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની 60 કરોડ રૂપિયા સુધીના શેર બહાર પાડવા પર પણ વિચાર કરી રહી છે.
કંપનીનું એક પ્રોટોટાઈપ અમીર ખાનની ફિલ્મ 3 Idiotsમાં જોવા મળ્યું હતુ. આ યૂએવીને ફિલ્મમાં રેન્ચો નામના કેરેક્ટર દ્વારા ઠીક કરવામાં આવ્યું હતું. જે ભૂમિકા અમીર ખાને નિભાવી હતી. આ યૂએવી પર ડીઆરડીઓની નજર પડી, ત્યારપછી આ પ્રોજેક્ટે ઝડપ પકડી. આઈઆઈટી બોમ્બેના પૂર્વ વિદ્યાર્થીએ ideaForge નામના ફર્મની સ્થાપના કરી હતી, જે ડિફેન્સ અને હોમલેન્ડ સિક્યોરિટી UAV સેગમેન્ટની દેશની દિગ્ગજ કંપનીઓમાંથી એક છે.
આ પહેલા દ્વોણાચાર્ય એરિયલ ઈનોવેશનનો આઈપીઓ માર્કેટમાં આવ્યો હતો. આ આઈપીઓને રોકાણકારોનો જોરદાર પ્રતિભાવ મળ્યો હતો. 13થી 15 ડિસેમ્બર 2022 સુધી આઈપીઓ અરજી કરવા માટે ખુલ્યો હતો. કંપનીએ 52 અને 54 રૂપિયા પ્રતિ શેર આઈપીઓનો પ્રાઈસ બેન્ડ ફીક્સ કર્યો હતો અને રિટેલ રોકાણકારો માટે 2,000 શેર્સનો એક લોટ 1.08 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો. અમીર અને રણવીરે પણ ડ્રોનઆચાર્યમાં રૂપિયા લગાવ્યા હતા.