1. ડોક્યૂમેન્ટનું ફિઝિકલ વેરિફિકેશન જરૂરી નથી – વાહન સાથે જોડાયેલા જરૂરી દસ્તાવેજોને હંમેશા સાથે રાખવાના નિયમમાં આજથી કેટલીક બાબતો જરૂરી કરવામાં આવી છે. સરકારે ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં સંશોધન કર્યા છે. હવે વાહનની આરસી, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજોની મૂળ કોપી સાથે રાખવાની જરૂર નહીં રહે. તેની ડિજિટલ કોપી રજૂ કરવાથી કામ થઈ જશે. આ ઉપરાંત ઇ-ચલણ પણ સરકારના ડિજિટલ પોર્ટલ પર પૂરું પાડવામાં આવશે જેથી નિયમોનું ઉલ્લંઘન કરનારા તેના વિશે તમામ જાણકારી મેળવી શકશે. (તસવીરઃ News18)
2. જો ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કરવાની જરૂર પડે તો શું થશે? – જો કોઈ એવો મામલો સામે આવે છે, જેમાં નિયમોમાં ઉલ્લંઘનની સ્થિતિમાં કોઈ ડ્રાઇવરનું લાઇસન્સ કેન્સલ કરવાની સ્થિતિ ઊભી થાય છે તો ઓથોરિટીને તેના વિશે ડિજિટલ પોર્ટલ પર રિપોર્ટ કરવો પડશે. ત્યારબાદ પોર્ટલ પર જાણકારી અપડેટ કરી દેવામાં આવશે. અહીં ડ્રાઇવર અને વાહન સંબંધી તમામ રિપોર્ટ ક્રમબદ્ધ હશે. (તસવીરઃ News18)
3. નિયમો તોડનારા લોકોનું બચવું મુશ્કેલ – નિયમ તોડનારા લોકોનો રેકોર્ડ ઇલેક્ટ્રોનિકલી મેન્ટેન કરવામાં આવશે. આ ઉપરાંત ઓથોરિટી તરફથી ડ્રાઇવરના વ્યવહારનું પણ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્પે ેક્શનનો ટાઇમ સ્ટોપ અને યૂનિફોર્મમાં હાજર પોલીસ અધિકારીની તસવીર પણ પોર્ટલ પર અપલોડ રહેશે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી બિનજરૂરી ચેકિંગને ખતમ કરી શકાય અને ડ્રાઇવરોનું ઉત્પીડન ન થાય. (તસવીરઃ News18)
5. મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશો – મંત્રાલયે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગ કરવાના નિયમોમાં પણ સંશોધન કર્યા છે. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોન્સ કે અન્ય હેન્ડહેલ્ડ ડિવાઇસનો ઉપયોગ માત્ર રૂટ નેવિગેશન માટે જ કરી શકાશે. સાથોસાથ એનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે રૂટ નેવિગેશનના સમયે પૂરું ધ્યાન ડ્રાઇવિંગ પર જ હશે. આ ઉપરાંત ફોનનો ઉપયોગ કરવા પર દંડ આપવો પડી શકે છે. એવું પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતાં પકડાયેલા લોકો પાસેથી 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. (તસવીરઃ News18)