આજથી નવો મહિનો માર્ચ શરૂ થઈ ગયો છે. દરેક નવા મહિનાની સાથે, આર્થિક સંબંધિત નિયમો બદલાય છે. આ ફેરફારોની અસર તમારા ઘરના બજેટ પર પડે છે. ક્યારેક તમને આ નિયમોથી ફાયદો થાય છે તો ક્યારેક તમારા ખિસ્સા પર ભાર વધે છે. તેવામાં આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવતા હવે પ્રતિ ગેસ સિલિન્ડર ગુજરાતના અમદાવાદમાં તમારે 1110 રુપિયા ચૂકવવા પડશે.