સ્થાનિક શેરબજારમાં શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા. જો કે, તેની પહેલા સતત 8 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીએ ગજબની તેજી બતાવતા ઘણી વાર નવા રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યું છે. બજારની આ તેજી ક્રૂડ ઓઈલ અને કમોડિટીના ઘટતા ભાવો તેમજ વિદેશી રોકાણકારોની વાપસીને કારણે જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર એશિયાઈ તેમજ અન્ય વિદેશી માર્કેટેસથી વિપરિત તેજીથી આગળ વધી રહ્યુ છે. વિશ્લેષકોને આશા છે કે, આગલ પણ આ ટ્રેંડ ચાલતો રહેશે. એવામાં રોકાણકારો માટે બજારમાંથી કમાણી કરવાની સારી તક છે. એચડીએફસી સિક્યોરિટીઝે આગામી 2-3 સપ્તાહમાં આ 5 શેરો પર નજર રાખવાની સલાહ આપી છે.
શેરબજારમાં ગત એક સપ્તાહથી બુલ રન ચાલી રહ્યો છે. માર્કેટની આ તેજીમાં તમારે શું કરવું જોઈએ? વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા જોઈએ કે પછી માર્કેટમાં ટૂંક સમયમાં કરેક્શન આવી શકે છે? આ અંગે એક્સપર્ટસ પણ અંદાજ લગાવી રહ્યા છે કે, બજારના ટેક્નિકલ ઈન્ડિકેટર્સ તો તેજીના સંકેત આપી રહ્યા છે. પરંતુ બજાર ઓવરવેલ્યૂડ છે. જેથી આગામીં સમયમાં નાનો-મોટો ઘટાડો જોવા મળી શકે છે. જો કે, એકંદરે બજાર તેજીનું રહી શકે છે. તેવામાં જો તમારે પણ આ તકથી કમાણી કરવી છે તો ક્યા શેર પર રૂપિયા લગવવા? અહીં એવા જ પાંચ શેરો વિશે જણાવવામાં આવ્યુ છે જે તમને ટૂંકાગાળામાં જ સારું વળતર આપી શકે છે.