ઘરે બેસીને દરેક મહિલા કઈંક નવું કામ કે બિઝનેસ કરવાનું ઈચ્છે છે, જેના દ્વારા તે પોતાનું ઘર આરામથી ચલાવી શકે. કેટલીએ મહિલાઓને ઘરે બેસી કઈંને કઈ બનાવવાનો શોખ હોય છે, તેમનો આ શોખ બિઝનેસનું રૂપ લઈ શકે છે. જેના દ્વારા તે સારી કમાણી કરી શકે છે. આજે અમે તમને જે બિઝનેસ વિશે જણાવીશું તેના પર મહિલાઓ આરામથી ઘરે બેસી બિઝનેસ કરી શકે છે.
આવી રીતે કરો તમારા બિઝનેસનું રજિસ્ટ્રેશન - જો કોઈ મહિલા ઈ-હાટ સાથે જોડાઈને બિઝનેસ વધારવા માંગે છે, તો સૌ પ્રથમ http://mahilaehaat-rmk.gov.in/en/join-us/ પર ક્લિક કરો. અહીં માંગવામાં આવેલી ડિટેલ ભરવી પડશે. આના માટે તમારી પાસે આધાર નંબર હોવો જરૂરી છે. બાકી ડિટેલ ભર્યા બાદ તમે જેવું અંતમાં સબમિટ કરશો તો તમારૂ રજિસ્ટ્રેશન થઈ જશે.
કેવી રીતે શરૂ કરશો બિઝનેસ - રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને એક યૂઝર આઈડી અને પાસવર્ડ મળશે. જેના દ્વારા તમે તમારૂ એકાઉન્ટ મેન્ટેંટ કરી શકશો. બિઝનેસ શરૂ કરવા માટે તમે જે પણ પ્રોડેક્ટ ઘર પર બનાવી છે, તેનો એક સારો ફોટો પાડી મહિલા ઈ-હાર્ટ પોર્ટલ પર અપલોડ કરવાનો છે. આ ફોટો સાથે જ તેની ડિટેલ પણ ભરી દેવાની અને તેની કિંમત પણ લખી દેવાની.
કેવી રીતે મળશે ઓર્ડર - જો કોઈ ખરીદનારને તમારી પ્રોડક્ટ પસંદ આવી જાય છે, તો તે વેબસાઈટ પર આપવામાં આવેલ નંબર કે ઈમેઈલ આઈડી પર સીધો સંપર્ક કરી શકે છે. આ પોર્ટલ પર ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા છે, તમે ખરીદનારને ઓનલાઈન પેમેન્ટ કરવાનું પણ કહી શકો છો. સાથે, તમે તમારી પ્રોડક્ટ મોકલવા માટે ઈન્ડીયા પોસ્ટ પાર્સલ સર્વિસની પણ સહાયતા લઈ શકો છો. તમે આ લિંક http://mahilaehaat-rmk.gov.in/en/india-post-parcel/ mahilaehaat-rmk.gov.in/en/india-post-parcel/ પર ઈન્ડીયા પોસ્ટ સાથે એગ્રીમેંટ કરી શકો છો.
આ પ્રોડક્ટ વેચી શકો છો - મહિલા ઈ-હાટમાં પ્રોડક્ટને 18 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. તમે આમાંથી એક અથવા કેટલીએ કેટગરીમાં તમારી પ્રોડક્ટ ડિસપ્લે કરી શકો છો. જેમ કે, કપડા, બેગ, ફેશન એસેસરિઝ કે જ્વેલરી, ફાઈલ ફોલ્ડર, ડેકોરેટિવ અને ગિફ્ટ આઈટમ, ગ્રોસરી અને સ્ટેપલ્સ અથવા ઓર્ગેનિક ફૂડ, બાસ્કેટ, નેચરલ પ્રોડક્ટ્સ, બોક્સ, લીનન કે પર્દા, હોમ ડેકોર, રમકડાં, આ સિવાય પણ તમે કોઈ પણ પ્રકારના પ્રોડક્ટની ડિટેલ આપી શકો છો. વધારે જાણકારી માટે વેબસાઈટ પર વિઝિટ કરો.