

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નાણાકીય વર્ષ 2019-20 માટે લગભગ 6 કરોડ ખાતાધારકોના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતામાં 31 ડિસેમ્બર સુધીમાં 8.5 ટકા વ્યાજ જમા કરશે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં મળેલી બેઠકમાં EPFOએ વ્યાજને 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે. (પ્રતીકાત્મક તસવીર)


એક સિનીયર હોદ્દો સંભાળતા સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે શ્રમ મંત્રાલય (Labor Ministry)એ ફાઇનાન્સ મિનિસ્ટ્રીને 2019-20 માટે EPFમાં એક વારમાં 8.5 ટકાના વ્યાજનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ આ મહિને મોકલવામાં આવ્યો છે. સૂત્રએ કહ્યું કે આ પ્રસ્તાવ પર ફાઇનાન્સ મિનિસ્ટ્રીની મંજૂરી થોડા દિવસમાં મળવાની આશા છે. એવામાં અંશધારકોના ખાતામાં વ્યાજ આ મહિને જમા કરવામાં આવશે. એવામાં ખાતાધારકોના ખાતામાં વ્યાજ 1 જાન્યુઆરી પહેલા જમા થઈ જશે. (પ્રતીકાત્મક તસવીર)


કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં કર્મચારી અને નિયોક્તા મૂળ વેતન (Basic Pay) અને મોંઘવારી ભથ્થા (Dearness allowance)ના 24 ટકા જમા કરાવે છે. EPFO પીએફ પર વ્યાજ કાઢીને લાભાર્થીના ખાતામાં જમા કરે છે. (પ્રતીકાત્મક તસવીર)


આવી રીતે થાય છે વ્યાજની ગણતરી - જો ચાલુ વર્ષ દરમિયાન કોઈ રકમ ઉપાડવામાં આવે છે તો વ્યાજની રકમ વર્ષની શરૂઆતથી લઈને ઉપાડ બાદના મહિનાની લેવામાં આવે છે. આપનું વર્ષનું ક્લોજિંગ બેલેન્સ તેનું ઓપનિંગ બેલેન્સ હશે + કન્ટ્રીબ્યૂશન + ઉપાડ (જો કોઈ છે તો) + વ્યાજથી કાઢવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર)


ઉદાહરણ તરીકે વ્યાજ દર 8.65 ટકા છે અને ઓપનિંગ બેલેન્સ 1,12,345 રૂપિયા અને પીએફમાંથી 25,000 રૂપિયા ઉપાડવામાં આવ્યા છે તો ગણતરી આ રીતે થશે. ઓપનિંગ બેલેન્સ 1,12,345 રૂપિયા તો કુલ માસિક બેલેન્સ 11,04,740 રૂપિયા થઈ જશે. વ્યાજ 1104740 X (8.65/1200) = 7963 રૂપિયા થઈ જશે. આ પ્રકારે વર્ષનું ક્લોજિંગ બેલેન્સ થઈ જશે ઓપનિંગ બેલેન્સ + કન્ટ્રીબ્યૂશન + ઉપાડ + વ્યાજ 1,12,345 + 1200 – 25000 + ₹7963 = કુલ 96,508 રૂપિયા. (પ્રતીકાત્મક તસવીર)