ઘણા લોકો દિવાળી (Diwali Festival) દરમિયાન ઘર અથવા કાર ખરીદવા (Buying Home & Car on Diwali)નું વિચારે છે અથવા તેમના ઘરનું રીનોવેશન કરે છે અથવા મોંઘા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની ખરીદી કરે છે, કારણ કે દિવાળીના દિવસોને શુભ સમયગાળો માનવામાં આવે છે. રિટેલ લોનધારકોને આકર્ષવા માટે બેન્ક ઓફ બરોડા, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ (ICICI) બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને અન્ય બેન્કોએ મર્યાદિત સમયગાળા માટે અનેક પ્રકારની લોન ઓફર (Different Loan offer in banks)ની જાહેરાત કરી છે. જેમાંથી અમે તમને ટોચની 10 બેંકો (Top 10 Banking loan Offers) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
આઈસીઆઈસીઆઈ બેંક હાલમાં ગ્રાહકોને પ્રી-અપ્રુવ્ડ હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર આપી રહી છે. પ્રોસેસિંગ ફી 999 રૂપિયા છે. બેંક દસ્તાવેજો અને અરજી ફોર્મની સમીક્ષા કર્યા પછી, તરત જ પ્રી-અપ્રુવ્ડ લોનને મંજૂરી આપે છે. કાર લોન પર પ્રોસેસિંગ ફી 1,999 રૂપિયા છે અને તે નવી કાર લોન પર ઓન-રોડ કિંમતના 100 ટકા સુધીની લોનની રકમ ઓફર કરે છે. કાર લોન પર કોઈ ફોરક્લોઝર અને પ્રીપેમેન્ટ ચાર્જ નથી. પર્સનલ લોન પર, 12 ઇએમઆઈ પછી કોઈ પ્રી-ક્લોઝર ચાર્જ નથી.
ઇન્ડસઇન્ડ બેંક સાત વર્ષ સુધી કાર લોન આપી રહી છે. બેંક આ તહેવારની સિઝનમાં કાર ખરીદવા માટે 100 ટકા સુધીનું ફાઇનાન્સ આપી રહી છે. સામાન્ય રીતે બેન્ક કાર લોન લેતી વખતે 80-85 ટકા સુધી ફાઈનાન્સિંગ કરવાનું પસંદ કરે છે. તે 72 મહિના સુધી 50 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપે છે. બેંક લાંબા સમય સુધી પર્સનલ લોન આપી રહી છે અને લોનની મહત્તમ રકમ અન્ય અગ્રણી બેંકોની તુલનામાં વધારે છે. હોમ લોન માટે તે 30 વર્ષ સુધીની લાંબી મુદત ઓફર કરે છે.
ફેસ્ટિવ લોન ઓફર્સ અને શરતોને સારી રીતે વાંચો. એવા ઘણા ઉદાહરણો છે કે જ્યાં ધિરાણ લેનારાઓએ આકર્ષક ફેસ્ટિવલ ઓફર દરમિયાન ફાઇન પ્રિન્ટ વાંચવાનું ટાળી દીધું હોય અને તેઓએ જે હિસાબ આપ્યો હતો તેના કરતા વધુ ચુકવણી કરવી પડી હોય. ડોટેડ લાઇન પર હસ્તાક્ષર કરતા પહેલા તમારે ઓફર કરવામાં આવતી લોનની સંપૂર્ણ સમજ મેળવવી જોઈએ.