નવી દિલ્હી : મહિન્દ્રાએ (Mahindra)આ દિવાળીને સરકાર કર્મચારી (Government employees)માટે ખાસ બનાવવા માટે જોરદાર ઓફર શરૂ કરી છે. સરકારી કર્મચારીઓ માટે શરુ કરેલી પોતાની ઓફરને મહિન્દ્રાએ Sarcar 2.0નામ આપ્યું છે. આ ઓફર અંતર્ગત સરકારી કર્મચારી કોઈ કાર ખરીદશે તો તેમને 11,500 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય કંપનીએ પોતાની આ સ્કીમમાં સરકારી કર્મચારીઓ માટે આકર્ષક વ્યાજ દર ઓટો લોન પણ ઉપલબ્ધ કરાવી છે.