Home Loan: 4%થી પણ ઓછા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે આ કંપની, સાથે મળી રહ્યા છે 8 લાખ રૂપિયા સુધીના વાઉચર
હાલ દિવાળી અને નવરાત્રી જેવા તહેવારોની સીઝન ચાલી રહી છે. જેમાં કંપની પણ ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આ કંપની તમને સસ્તી હોન લોન સાથે 25,000 રૂપિયાથી લઇને 8 લાખ રૂપિયા સુધીનું વાઉચર પણ આવે છે. વધુ વાંચો.


હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. તેવામાં એક બેંક હોમ અને ઓટો લોન પર ખૂબ ઓછા વ્યાજદર આપી રહી છે. જો તમે ઘરે કે વહાન ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે આ સોનેરી તક છે. તમે પણ તહેવારોની આ સીઝનમાં પોતાનું ઘર કે ગાડી ખરીદી શકો છો. તમને જણાવી દઇએ કે ટાટા હાઉસિંગે એક સ્કીમની જાહેરાત કરી છે. તમને એ પણ જણાવી દઇએ કે સરકાર અને આરબીઆઇએ પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે રાહત આપવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.


ટાટા હાઉસિંગ હોમ લોન- ટાટા હાઉસિંગની આ સ્કીમ હેઠળ તમને ઘરે ખરીદવા માટે હોમ લોન પર એક વર્ષ માટે ખાલી 3.99 ટકા વ્યાજ દર ચૂકવવું પડશે. કંપની સંભવિત ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ ઓછા વ્યાજદરની સુવિધા આપી રહી છે. આ સ્કીમને 20 નવેમ્બર સુધી 10 પ્રોજેક્ટ માટે માન્ય કરવામાં આવશે. કંપની મુજબ ,ગ્રાહકોના બુકિંગ પછી પ્રોપર્ટીના આધાર પર 25,000 રૂપિયાથી લઇને 8 લાખ રૂપિયા સુધીનું ગીફ્ટ વાઉચર પણ મળશે. આ વાઉચર 10 ટકા ચૂકવણી કર્યા અને પ્રોપર્ટી રજિસ્ટ્રેશન કર્યા પછી જાહેર કરવામાં આવશે.


તમને જણાવી દઇએ કે આ ફેસ્ટિવલ સીઝનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી બેંક પણ સસ્તા હોમ અને વાહન લોનની ઓફર લઇને આવી છે. આરબીઆઇએ હાલમાં મહિનામાં રેપો રેટમાં કાપ મૂક્યો છે. આ આધાર પર બેંક પોતાના ગ્રાહકોને સસ્તી લોન આપવાની સોનેરી તક આપી રહ્યા છે.


બાકીની બેંકોના દર- બેંક ઓફ બરોડો અને સેન્ટ્રેલ બેંક ઓફ ઇન્ડિયા 75 લાખ રૂપિયાની હોમ લોન પર 20 વર્ષની અવધિ માટે 6.85 ટકા વ્યાજ દર પર લોન આપી રહી છે. આ પછી કેનેરા બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક બંને 6.90 ટકા વ્યાજ પર 75 લાખ રૂપિયાની લોન આપી રહી છે. ત્યાં જ SBI 7.20 ટકા વ્યાજ દર પર લોન આપી રહી છે. HDFC લિમિટેડ અને એલઆઇસી હાઉસિંગ ફાઇનેંસ 75 લાખ રૂપિયાની હોમ લોન પર 7 ટકા વ્યાજ લઇ રહી છે.


કોટક મહિન્દ્રા બેંકની હોમ લોન દર- આ સિવાય કોટક મહિન્દ્રા બેંક સસ્તા દરે હોમ લોનની સાથે લોન પ્રોસેસિંગ ફી માફી, એગ્રી અને ખુદરા લોન ઓનલાઇન ઓફર કરી રહી છે. કોટક મહિન્દ્રાની હોમ લોન પર વ્યાજ દર ઘટાવીને 7 ટકા છે. બેંકનું કહેવું છે કે હોમ લોન 7 ટકા વાર્ષિકથી શરૂ થશે. બેંક કાર લોન, ટૂ વ્હીલર લોન અને કૃષિથી જોડાયેલા વેપાર, કોમર્શિયલ વ્હીકલ માટે ફાઇનેંસ પર પ્રોસેસિંગ ફીમાં છૂટ આપી રહ્યો છે. લોન લેનાર બીજી બેંકથી સ્વિચ કરી શકે છે. તે ગ્રાહકોને પણ બેંક સારો ફાયદો આપી રહી છે.