LIC તેના ગ્રાહકોને મોકલી રહી છે SMS! તમને ના મળ્યો તો કરો આટલું
LIC ડિજિટલ થઇ રહી છએ. જે અંતર્ગત 1 માર્ચ 2019 થી ઓટોમેટેડ SMS દ્વારા તે તેના પોલીસી હોલ્ડર્સને પ્રીમિયમથી જોડાયેલી જાણકારી આપશે. પ્રીમિયમનું એરિયસ અને રિમાઇન્ડર પણ હવે તમને એસએમએસથી જ આવશે.


ભારતીય જીવન વીમા નિગર એટલે કે LIC પોતાના ગ્રાહકોને SMS મોકલી રહી છે. 1 માર્ચ 2019થી LIC ડિજિટલ થઇ રહ્યું છે. અને હવે તમને તમારા પોલીસીથી જોડાયેલી તમામ જાણકારી SMS દ્વારા જ મળશે. જેમાં પોલીસનું એરિયસ અને રિમાઇન્ડર એસએમએસ દ્વારા જણાવાશે. જો તમને હજી સુધી LIC થી આવો કોઇ મેસેજ નથી મળ્યો. તો બની શકે કે તમારો નંબર LIC સાથે રજિસ્ટર નથી. કે પછી તમે તમારો નંબર અપટેડ નથી કર્યો. આવી સ્થિતિમાં તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરવો સલાહભર્યો રહેશે.


નોંધનીય છે કે જો તમારો નંબર રજિસ્ટર કરાયો હોય અને તમને LIC ના અપટેડ નથી મળી રહ્યા તો ભવિષ્યમાં તમારે પેનલ્ટી પણ આપવી પડે તેવી સંભાવના ઊભી થઇ શકે છે. LIC તેના પોલીસી હોલ્ડરને એસએમએસ મોકલી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રિય ગ્રાહક અમે અહીં સૂચિત કરીએ છીએ કે LIC 1.03.2019 થી SMS દ્વારા તેના પોલીસ માટે પ્રીમિયમ ચૂકવાની તારીક માટે સૂચના અને રિમાઇન્ડર મોકલશે.


જો તમે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરવા માંગો છો તો આ મામલે તમારા એજન્ટને કોલ કરો. વળી તમે LIC ની વેબસાઇટ www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better કે પછી તેના હેલ્પ લાઇન નંબર 022-68276827 પર કોલ કરીને પણ તમારો ફોન રજિસ્ટ્રર કરાવી શકો છો.