સ્થાનિક ઇક્વિટી બજારો છેલ્લા એક વર્ષથી કરેક્શન મોડ પર રહ્યા છે. બજારોને અસર કરનાર મુખ્ય પરિબળોમાં FIIની વેચવાલી, ભૌગોલિક રાજકીય તણાવ અને વેલ્યુએશનના પડકારોનો સમાવેશ થાય છે. બજારોમાં મોટાભાગના મોટા સેગમેન્ટમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો હતો. થોડા સમયના ઉતાર-ચઢાવનો દાખલો જોઈએ તો નિફ્ટી 50 TRI 6% ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ 150 TRI અને નિફ્ટી સ્મોલકેપ 250 TRI અનુક્રમે 5% અને 7% ઘટ્યા હતા. મિડકેપ યુનિવર્સની વાત કરીએ તો માર્કેટ બોડી AMFI દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલા 150માંથી 26 શેરો છેલ્લા એક સપ્તાહમાં 52 સપ્તાહના તળિયે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કરેક્શનથી ક્વૉલિટી સ્ટૉક્સમાં ખરીદીની તક મળે છે. ત્યારે અહીં મ્યુચ્યુઅલ ફંડ્સમાં બહોળા પ્રમાણમાં હોય તેમજ PMS સ્ટ્રેટેજી દ્વારા રાખવામાં આવેલા મિડકેપ શેરો અંગે જાણકારી આપવામાં આવી છે આ શેરો છેલ્લા એક અઠવાડિયામાં તેમના 52 સપ્તાહના તળિયે પહોંચ્યા છે. આ પોર્ટફોલિયો ડેટા 28 ફેબ્રુઆરી, 2023 મુજબ છે. BSE પ્રાઇઝ ડેટા 20 માર્ચ સુધીના છે. સોર્સ: ACEMF અને ફાઇનલીકા – PMSBazaar