ભારત અને ચીન વચ્ચે વિવાદના સમાચાર તો હંમેશા આવતા રહે છે, પરંતુ બંને દેશ આ એક મામલે પર સાથે મળીને કામ કરશે, આવું ભાગ્યે જ સાંભળવા મળે છે. જોકે, એક એવો મુદ્દો છે જેના પર બંને દેશ સાથે આગળ વધશે. આ પગલાથી અરબદેશોનો એકાધિકાર ઓછો થઈ જશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બંને દેશો એક સાથે આગળ વધશે તેમ કહ્યું છે, આગળની સ્લાઈડમાં જોઈએ શું છે મામલો...
ક્રૂડની વધતીજતી કિંમત ભારત અને ચીન બંનેની આર્થિક વ્યવસ્થા પર નેગેટિવ અસર કરે છે, કારણ કે બંને દેશ દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાત કરતા દેશ છે. આ માટે ક્રૂડ ઓઈલની કિંમત નક્કી કરવા માટે હવે બંને દેશ સાથે આવી રહ્યા છે. અરબદેશોના એકાધિકારને ખતમ કરશે. આનાથી બંને દેશને સસ્તુ ક્રૂડ મળશે. જેથી દેશની પેટ્રોલિયમ કંપનીઓ HPCL, BPCL અને IOC પણ પેટ્રોલ સસ્તુ કરશે.
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, તેલની વધારે ખપતવાળા દેશોને ટુંક સમયમાં વધારે અધિકાર મળશે અને આ દિશામાં ભારત-ચીન મળીને કામ કરી શકે છે. તેમણે કહ્યું કે, બંને દેશ મળીને તેલની કિંમતો પર અસર કરી શકે છે. ધર્મેન્દ્ર પ્રધાનનું આ નિવેદન એટલા માટે પમ મહત્વનું છે, કારણ કે, એક દિવસ પહેલા જ પીએમ મોદીએ દુનિયાભરમાં તેલની વ્યાજબી કિંમતની વકાલત કરી હતી.
ધર્મેન્દ્ર પ્રધાન ઈંટરનેશન એનર્જિ ફોરમ 2018 દરમ્યાન બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને ચીન એનર્જિના ક્ષેત્રમાં મળીને કામ કરવા માટે રાજી થઈ ગયા છે. અગામી ઈંટરનેશનલ એનર્જિ ફોરમ ચીનમાં થશે, જેમાં કેટલાએ મહત્વના મુદ્દાઓ પર વાત થશે. આગળની સ્લાઈડમાં જોઈએ કેમ ભારત અને ચીનનું સાથે આવવું મહત્વનું રહેશે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરી દુનિયાને તેલ સપ્લાય કરતા ઓપેક દેશોને સંદેશ આપતા કહ્યું છે કે, ખોટી રીતે કાચા તેલની કિંમતો વધારવી ઠીક નથી અને આની વ્યાજબી કિંમત નક્કી કરવા માટે વિશ્વ સ્તર પર સહમતિ બનવી જોઈએ. મોદીએ કહ્યું કે, દુનિયા લાંબા સમયથી તેલની કિંમતને રોલર કોસ્ટ કરીને જોઈ રહી છે. આપણે ઉત્પાદક અને ગ્રાહક બંનેના હિતને જોઈ તેની કિંમતને લઈ સમજદારીભર્યો નિર્ણય લેવો જોઈએ.