નવી દિલ્હીઃ લાઈફ ઈન્શ્યોરન્શ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ઓપન એન્ડ પોલિસી એલઆઈસી ધન વર્ષા પોલિસી 31 માર્ચ બાદ નહિ મળે. નવા નાણાકીય વર્ષથી આ પોલિસીને ખરીદી શકાશે નહિ. આ એક જોરદાર ટર્મ ઈનશ્યોરન્સ પ્લાન છે. જેમાં તમને વળતર માટે 2 વિકલ્પ મળે છે. એક વિકલ્પમાં ડેથ બેનિફિટના રૂપમાં જમા કરવામાં આવેલી રકમના 10 ગણા કરી દેવામાં આવે છે. આ પોલિસી વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું.
વીમાધારકને આ પોલિસીમાં સમ એશ્યોર્ડની સાથે જમા કરવામાં આવેલી રકમ પરત મળે છે. આ પોલિસીને ઓછી ઉંમરે ખરીદી શકાય છે. આ પોલિસી હેઠળ પહેલા વિકલ્પમાં 10 લાખ રૂપિયાના સિંગલ પ્રીમિયમ પર ડેથ બેનિફિટના રૂપમાં 12.5 લાખ રૂપિયા મળે છે. જ્યારે બીજા વિકલ્પમાં જો ખાતાધારકની મૃત્યુ થઈ જાય, તો તેના નોમિની કે પરિવારને 93 લાખ રૂપિયા આપવામાં આવે છે.
કેટલી ઉંમરના લોકો આમાં રોકાણ કરી શકે છે - આ પોલિસીને ખરીદવાનો માપદંડ એ છે કે, મેચ્યોરિટીના સમયે ગ્રાહકની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. આ પોલિસીને 2 સમયગાળામાં ખરીદી શકાય છે. પહેલો સમય 10 વર્ષ અને બીજો સમય 15 વર્ષ છે. જો કોઈ વ્યક્તિ 10 વર્ષની પોલિસી ખરીદવા માંગે છે, તો તેની ઉંમર ન્યૂનતમ 8 વર્ષ હોવી જોઈએ. જ્યારે કોઈ 15 વર્ષવાળી પોલિસી ખરીદવા માંગે છે, તો તેની ન્યૂનતમ ઉંમર 3 વર્ષ હોવી જોઈએ.
એક જ સ્કીમમાં વળતર પર આટલુ મોટું અંતર કેમ? - તેનુ સૌથી મોટું કારણ ઉંમર છે. જો તમે 10 ગણા વળતરનો વિકલ્પ પસંદ કરો છો, તો તમારી ઉંમર 40 વર્ષથી વધારે ન હોઈ શકે. જો તમે 15 વર્ષ માટે પોલિસી ખરીદો છો, તો તમારી ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. બીજી તરફ, 1.25 ટકા વળતર માટેની પોલિસીમાં 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી શકાય છે.
કેવી રીતે મળે છે 93 લાખ રૂપિયા - જો પોલિસીધારકની મૃત્યુ પોલિસીના 10માં વર્ષમાં થઈ જાય છે, તો 91,49,500 રૂપિયા મળશે. જ્યારે પોલિસીધારકની મૃત્યુ 15માં વર્ષમાં થઈ જાય છે, તો વ્યક્તિને 93,49,500 લાખ રૂપિયા મળશે. જો કોઈ વ્યક્તિ 15 વર્ષ માટેની પોલિસીનો ટેન્યોર પૂર્ણ થવા સુધી જીવિત રહે, તો તેને 16 લાખ રૂપિયા મળશે.