જામનગરમાં આવેલ કામદાર કોલોની વિસ્તારમાં એક દુકાનદારે માત્ર માટલા જ નહીં પરંતુ પાણીની નાની નાની બોટલો, કુકર, તાવડી, તવા અને ફ્રીઝ સહિતની વસ્તુઓ માટીમાંથી બનાવી છે. જેની બજારમાં પણ મોટી માંગ જોવા મળી રહી છે.
Kishor chudasama, jamnagar: ઉનાળાના પ્રારંભની સાથે હૈયે ટાઢક આપતા પાણીના માટલાની મોટી માંગ રહેતી હોય છે. જેને લઈને ગરીબોના ફ્રીજ ગણાતા જાતજાતના માટલા પણ બજારમાં જોવા મળતા હોય છે. ત્યારે જામનગરમાં પણ શેરી ગલીઓમાં મોટા પ્રમાણમાં માટલાનું વેચાણ થઈ રહ્યું છે.
2/ 7

3/ 7
પ્લાસ્ટિકના બેફામ ઉપયોગને લઈને પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે જામનગરના કામદાર કોલોની રોડ નંબર 1 આવેલ દુકાનમાં રોજબરોજના ઉપયોગમાં લેવાતા માટીના તમામ વાસણનું વેચાણ થઈ રહ્યું છે.
4/ 7
આ દુકાને માટલા ઉપરાંત કુકર, ફ્રીજ, ઉપરાંત નાની મોટી સાઈઝના તમામ બોટલ તથા તવા અને તાવડી જેવી અલગ અલગ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે.
5/ 7
8 હજારની કિંમતનું ફ્રીજ મળી રહ્યું છે. જેની ખાસિયતએ છે આ ફ્રીજમાં લાઈટ વગર પાણી ઠંડુ રહી શકે છે. ઉપરાંત 24 કલાક સુધી દુધ અને એક અઠવાડિયા સુધી શાકભાજી રાખી શકાય છે.
6/ 7
માટીના વાસણોની આ દુકાનમાં 200 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધીની કિંમતના જાત જાતના માટલા વેચાઈ રહ્યા છે. ઉપરાંત 100 રૂપિયાથી 300 રૂપિયાની કિંમતની જાત જાતની નાની મોટી બોટલો અને 1200 રૂપિયા સુધીની કિંમતનું કુકર, 8 હજારની કિંમતનું ફ્રીજનું પણ વેચાઈ રહ્યું છે.
7/ 7
માટીના વાસણોનો આયુર્વેદિક દ્રષ્ટિએ તો ખૂબ જ મહત્વ છે સાથે જ તે ઉપયોગ વિહોણા બને ત્યારે પણ તે પર્યાવરણને નુકસાન કરતા નથી! હાલ આ માટીના વાસણોએ લોકો અનેરું આકર્ષણ જમાવ્યું છે.