

કોરોનાવાયરસના કારણે જ્યાં અનેક બિઝનેસ ઠપ્પ થઇ ગયા છે ત્યાં જ એક તેવો પણ બિઝનેસમેન છે જેણે કોરોનાકાળમાં અરબોની કમાણી કરી. હુરુનની તરફથી આવેલ રિપોર્ટ મુજબ કોરોના સંકટમાં સાઇરસ પૂનાવાલાની કંપની સેરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાનું બિઝનેશ પોટેંશિયલ મજબૂત થયું છે. પૂનાવાલાનું નામ વિશ્વના ટૉપ 100 અરબપતિઓમાં પણ સામેલ થયું છે.


ભારતમાં અરબપતિઓની તેમની સંપત્તિ આ કોરોના સમયમાં સૌથી વધુ ઝડપથી વધી છે. અને દુનિયાભરના અરબપતિઓની સંપત્તિ વધવાની વાત કરીએ તો તેમનું નામ 5માં સ્થાને આવે છે. 31મેના અંત સુધીમાં એટલે કે 4 મહિના દરમિયાન તેમની નેટ વર્થ 25 ટકા વધી છે. સાઇરસ પૂનાવાલાને વેક્સીન કિંગ પણ કહેવાય છે.


હુરુન રિસર્ચની રિપોર્ટ મુજબ તેમની કંપનીમાં વુદ્ધિ થવાની મજબૂત વેપારી સંભાવના છે. રિપોર્ટ મુજબ 31 મે 2020 સુધીના અરબપતિઓની સૂચીમાં પૂનાવાલાનું નામ દુનિયાના 86માં અમીર વ્યક્તિઓમાં છે. મહામારીના 4 મહિનામાં તેમનું નેટવર્થમાં 25 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.


સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપની છે. હાલમાં જ તેમની કંપનીએ ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા વિકસિત કોરોના વાયરસની એક અરબ વેક્સીન બનાવવા માટે એસ્ટ્રોજેનેકા સાથે સમજૂતી કરી છે.


ટૉપ 100 અરબપતિઓની સૂચિમાં પૂનાવાલા સિવાય અન્ય ત્રણ ભારતીયોના નામ પણ સામેલ છે. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સમૂહના ગૌતમ અદાણી છે. કોરોના કાળમાં પુનાવાલાની સંપત્તિમાં અન્ય કોઇ પણ વેપારીઓ કરતા મોટો વધારો જોવા મળ્યા છે. અને આજ કારણે તેમનું નામ દુનિયાના સૌથી પૈસાદાર શ્રીમંતાના લિસ્ટમાં જોડાઇ ગયું છે.