કેવી રીતે કરવી કાળા ઘઉંની ખેતી - કાળા ઘઉંની ખેતી ઉપર જણાવ્યા મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં થાય છે. કાળા ઘઉંની ખેતી માટે પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. તેની વાવણી સમયે ખેતરમાં પ્રતિ એકર 60 કિલો DAP, 30 કિલો યૂરિયા, 20 કિલો પોટાશ અને 10 કિલો ઝિંકનો સમાવેશ થાય છે. પાકની સિંચાઈના પહેલા પ્રતિ એકર 60 કિલો યૂરિયા ખાતર નાખવું જરૂરી છે.
કાળા ઘઉંના ખાસ ફાયદા - કાળા ઘઉંમાં એન્થ્રોસાઈનીન એટલે કે, નેચરલ એન્ટી ઓક્સીડેન્ટ તેમજ એન્ટીબાયોટિક ભરપૂર માત્રામાં હોય છે. જે હાર્ટ એટેક, કેન્સર, ડાયબિટીઝસ માનસિક તણાવ, ઘૂંટણમાં દુખાવો અને એનીમિયા જેવા રોગોને ખત્મ કરવામાં મદદ કરે છે. કાળા ઘઉંમાં ઘણા ઔષધિય ગુણ ઉપલબ્ધ હોય છે. જેના કારણે, બજારમાં તેની ઊંચી માંગ છે અને તે હિસાબથી કિંમત પણ છે.