આજે બુધવાર, 6 જુલાઈ 2022 ના રોજ, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય સમય મુજબ સવારે 9:45 વાગ્યા સુધીમાં, ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપમાં 1.51 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન માર્કેટ કેપ ઘટીને $898.68 બિલિયન થઈ ગયું છે. બિટકોઈન, ઈથેરિયમ સહિતની તમામ મોટી કરન્સી લાલ નિશાન પર ટ્રેડ થઈ રહી છે.