દિલ્હી: ધારો કે તમે કોઈ એક વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય છે. પરંતુ તમારી પાસે હાલ પુરતા એટલાં પૈસા નથી (need money) અને જરૂર જેટલા પૈસા આવવામાં થોડા દિવસો લાગી શકે છે, પરંતું જે તે વસ્તુ ત્યાં સુધીમાં વેચાય જવાની શક્યતા છે. તો ત્યાં અન્ય કયા વિકલ્પો છે? આવી પરિસ્થિતિઓમાં તમે તરત જ ખરીદી કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો અને પછીથી તેના માટે ચૂકવણી કરી શકો છો. ક્રેડિટ કાર્ડ (credit card)એ એક કાર્ડ છે, જે તમને તત્કાલ વસ્તુઓ ખરીદવામાં મદદ કરે છે. ક્રેડિટ કાર્ડમાં, બેંક તમારા વતી ચુકવણી કરે છે. તમે ક્રેડિટ કાર્ડને 'મિની લોન'ના પ્રકાર તરીકે વિચારી શકો છો, જેની મદદથી તમે ત્વરિત ધોરણે ખરીદી કરી શકો છો અને પછી તે રકમ તમારે બેન્કને પરત કરવાની રહે છે. જો તમે સમયસર ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી કરી શકતા નથી તો બેન્ક તમારી પાસેથી ઉંચુ વ્યાજ (interest rate) વસૂલી શકે છે. તેથી માત્ર અનિવાર્ય સંજોગોમાં જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ.
ક્રેડિટ કાર્ડ: ક્રેડિટ કાર્ડ એક ટેરાન્જેક્શનલ કાર્ડ છે જે કાર્ડ ધારકને વસ્તુ અને સેવાઓની ચૂકવણી કરવામાં અને ક્રેડિટ પર રોકડ રકમ ઉપાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. ચૂકવણીમાં સગવડતા માટે બેન્ક અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુટ દ્વારા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ એક માઈક્રો લોન જેવું છે, જ્યાં તમે પછીથી બેન્કને ચૂકવણી કરવાની શરતે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો. જો નક્કી કરેલા સમયમાં જ રીપેમેન્ટ કરવામાં આવે તો તેના પર કોઈ વ્યાજ લાગતું નથી, પણ જો ડ્યુડેટ કરતા વધુ સમય થાય તો બેન્ક દ્વારા તેના પર ભઆરે વ્યાજ વસૂલવામાં આવે છે. જો વારંવાર રિપેમેન્ટમાં મોડું થાય તો તમારા ક્રેડિટ સ્કોર પર તેની અસર જોવા મળે છે.
ઓફલાઈન અરજી: ક્રેડિટ કાર્ડ માટે હવે મોટાભાગે અરજી ઓનલાઈન જ કરવામાં આવે છે, પણ જો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોવ તો તમે જે બેન્કનું ક્રેડિટ કાર્ડ લેવા ઈચ્છો છો તે બેન્કની બ્રાન્ચમાં જવાની ફરજ પડશે. તમે તમારી નજીકની બેન્ક બ્રાન્ચમાં જઈ ક્રેડિટ કાર્ડ રિપ્રેઝન્ટેટિવને મળો. અહીં તમે તમારી જરૂરિયાત અને ખર્ચ સંબંધિત વિગતો જણાવી તમારી માટે કયું કાર્ડ સારું રહેશે તે અંગે વિગત મેળવી શકો છો. ત્યાર બાદ તમે બેન્ક દ્વારા આપવામાં આવેલું ફોર્મ ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજો અટેચ કરી ફોર્મ જમા કરો. જો બધુ બરાબર હશે તો બેન્ક દ્વારા થોડા દિવસોમાં તમને ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવશે.
ઓનલાઈન અરજી: તમે નીચે જણાવેલ રીતે BankBazaar દ્વારા ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. Step 1: જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોવ તો , પ્રથમ માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના ક્રેડિટ કાર્ડ વિશે જાણકારી મેળવી લેવી અને તમારી જરૂરિયાત પ્રમાણે તેમાથી કયું કાર્ડ યોગ્ય છે તે બાબતનું તારણ કાઢવું. Step 2: વિવિધ ક્રેડિટ કાર્ડની સરખામણી કર્યા પછી અગ્રણી બેન્કના વિવિધ કાર્ડમાંથી તમારી જરૂરિયાત પ્રમાણે કયું કાર્ડ યોગ્ય રહેશે તે નક્કી કરવું અને કાર્ડની પસંદગી કરવી. કાર્ડ પસંદ કરતી વખતે તેની શરતો અને નિયમો ધ્યાનથી જોઈ લેવા. Step 3: અગ્રણી બેન્કના ક્રેડિટ કાર્ડની પસંદગી કર્યા પછી તમે તે કાર્ડ માટે અરજી કરવાની લાયકાત ધરાવો છો કો કેમ તે અંગે ચકાસણી કરી લેવી. તેની માટે તમારી જરૂરિયાત, તમારો ક્રેડિટ સ્કોર, તમારી રિ પેમેન્ટ સ્ટ્રેટેજી વગેરેનું મુલ્યાંકન કરી લેવું. Step 4: તમામ પાસાઓ વિશે વિચાર્યા પછી બેન્ક દ્વારા આપવામાં આવતા ક્રેડિટ કાર્ડના ફોર્મને ભરી તેની સાથે જરૂરી દસ્તાવેજો અટેચ કરી ફોર્મ સબમીટ કરવું. આ સિવાય તમે બેન્કની વેબસાઈટ પરથી પણ ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
બેન્કની વેબસાઈટ દ્વારા નીચે જણાવેલ રીતે તમે અરજી કરી શકો છો. Step 1: બેન્ક વેબસાઈટ વિઝિટ કરો Step 2: બેન્ક દ્વારા આપવામાં આવતા વિવિધ કાર્ડ અને તેની ઓફરો વિશે વિસ્તૃત જાણકારી મેળવો. Step 3: જો બેન્કની વેબસાઈટ પર ક્મપેરિઝન ટૂલ હોય તો વિવિધ કાર્ડના ફીચર અને લાભ અંગે યોગ્ય માહિતી મેળવવા માટે કમ્પેરિઝન ટીલની મદદથી તેમની સરખામણી કરો. Step 4: તમારી જરૂરિયાત અને અન્ય વિગતોને આધારે તમારી પસંદગીના કાર્ડને સિલેક્ટ કરી 'Apply' બટન પર ક્લિક કરો. Step 5: આ પછી માંગવામાં આવેલી તમામ જરૂરી જાણકારી અને ડોક્યુમેન્ટ અપલોડ કરો. ધ્યાન રાખવું કે માહિતીમાં કોઈ ભૂલ ન હોય. Step 6: હવે ફોર્મ સબમીટ કરો. જો તમે પસંદ કરેલા કાર્ડ માટે તમારી લાયકાત યોગ્ય હશે તો બેન્ક દ્વારા તમને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે.