ગોબર (છાણ)થી બિઝનેસ કેવી રીતે કરી શકાય તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે. યુવાઓને કૃષિ ક્ષેત્રે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી છત્તીસગઢ સરકારે ‘ગોધન ન્યાય યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. ‘ગૌઠાન યોજના’થી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ યોજનાથી ગોબરની સાથે સાથે ગોબરથી બનેલ પ્રોડક્ટની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. જેથી ગોબરથી બનેલી પ્રોડક્ટનું વેચાણ કરીને લોકો લાખોની આવક રળી રહ્યા છે.
ગોબરની ધૂપબત્તીનો બિઝનેસ: બજારમં છાણની ધૂપબત્તીની ખૂબ જ માંગ છે. આ ધૂપબત્તી છાણથી બનેલ હોવાને કારણે મંદિરો અને ધાર્મિક સ્થળો, ઘરમાં પૂજા, હવનમાં આ ધૂપબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. ગાયના છાણથી ધૂપબત્તી બનાવવી ખૂબ જ સરળ છે. નાના આકાર અથવા વઘુ માત્રામાં બનાવવા માટે મશીનનો ઉપયોગ કરી શકાય છે. 10 કિલો છાણમાં 5 કિલો લાકડાંનો ભૂક્કો, અડધો કિલો ચંદન, 10 ટીકી કપૂર, 250 ગ્રામ સરસવનો લોટ અને 250 ગ્રામ ગૌમૂત્રને ત્રણ વાર ઉકાળીને મિક્સ કરીને આ ધૂપબત્તી બનાવી શકાય છે. 4 ઈંચની 15 સ્ટીક 30થી 40 રૂપિયામં વેચી શકાય છે.
છાણના કુંડાનો બિઝનેસઃ માટી અને સિમેન્ટના કુંડા કરતા છાણના કુંડા વિશેષ ગુણવત્તા ધરાવે છે. છાણના કુંડા વજનમાં હળવા, તાપ નિયંત્રક અને વાયુને શોષવાનું કામ કરે છે. છોડની વૃદ્ધિ તથા પોષણ માટે આ કુંડા ખૂબ જ યોગ્ય છે. જો આ કુંડા તૂટી જાય તો તેનો ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એક દિવસમાં મશીનથી છાણના 500 કુંડા તૈયાર થઈ જાય છે અને આ કુંડા 20થી 25 રૂપિયામાં વેચી શકાય છે.
છાણના દીવાનો બિઝનેસઃ આજકાલ માર્કેટમાં અલગ અલગ ડિઝાઈનના રંગબેરંગી દીવા જોવા મળે છે. આ કુંડા છાણથી બનેલા હોય છે, દેશની સાથે સાથે વિદેશમાં પણ આ દીવાની ખૂબ જ માંગ છે. ગોબરને નાના નાના ગોળા તરીકે સૂકવીને તેનો એકદમ ઝીણો ભૂક્કો બનાવી લેવામાં આવે છે. આ પાઉડરમાં ગોબરગમ મેળવીને પેસ્ટ બનાવીને તેને એક ડિઝાઈનનો આકાર આપવામાં આવે ચે. તડકામાં આ દીવા સૂકવીને, તેના પર ફેબ્રિક કલર કરીને આકાર અનુસાર 1,2 અથવા 3 રૂપિયામાં વેચીને ખૂબ નફો કમાઈ શકાય છે.
મહિલાઓ દીવાનું કામ સમૂહમાં કરે છે. આ દીવામાં પણ માટીના દીવા જેટલા જ ગુણ હોય છે અને તેનું વજન પણ ઓછું હોય છે. જે સંસ્થાઓ માટીના દીવાનો બિઝનેસ કરે છે, તમે સાથે સાથે તે દીવાનું પણ વેચાણ કરી શકો છો. આ દીવા હાથથી બનાવવામાં આવે છે, પરંતુ વધુ ફીનિશિંગમાં અને ઝડપથી બનાવવા માટે મશીનનો ઉપયોગ કરી શકાય છે.
છાણના કાગળનો બિઝનેસઃ જો તમારી પાસે 8થી 10 લખ રૂપિયાનું બજેટ છે, તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. સરકારની યોજના અનુસાર 12 લાખના છાણના પેપરથી બનેલ ઉદ્યોગ શરૂ કરીને તમે એક મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. આ પ્રોજેક્ટ માટે સરકાર સબસિડી પણ આપી છે. આ પ્રોજેક્ટ અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવ્યો છે. આ બિઝનેસની ખાસિયત છે કે, આ કાગળ પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી.
છાણથી ગોકાષ્ટ લાકડાંનો બિઝનેસઃ ગોકાસ્ટન ખોજ બાદ જે ઝાડ બળી ગયા હોય તેની કાપણી કરવામાં ઘટાડો થયો છે. વિશેષ દાહ સંસ્કરામાં સૌથી વધુ આ લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાકડાંના ધૂમાડાથી રોગાણુ, જીવાણુ અને વિષાણુ ખત્મ થઈ જાય છે. તે સ્થળ શુદ્ધ વાયુ ઉત્પન્ન થાય છે. છાણથી ગોકાસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે. છાણને 3-4 દિવસ સુધી સ્ટોક કરીને તેના માયસ્ચરને ઓછો કરીને ગોકાસ્ટ બનાવનાર મશીનના હાપરમાં નાખવામાં આવે છે. ત્યારબાદ તડકામાં શેકાયા પછી છાણથી ગોકાસ્ટ તૈયાર કરવામાં આવે છે. માર્કેટમાં આ ગોકાસ્ટની કિંમત 5-7 રૂપિયા કિલો છે. 50,000ના મશીનથી તમે એક દિવસમાં 20 ક્વિન્ટલ લાકડા તૈયાર કરીને તમે એક મહિનામાં 1 લાખની કમાણી કરી શકો છો.
છાણથી સાબુનો બિઝનેસઃ કેમિકલ સોપના કારણે સ્કિનની બિમારીઓ થાય છે, છાણના સાબુના કારણે અનેક બિમારીઓથી બચી શકાય છે. છાણની સાથે લીમડાંને તેલ, કપૂર, હળદર, સરસંવનું તેલ, નારિયેળનું ચેલ અને સાઈટ્રિક એસિડને યોગ્ય માત્રામાં મિશ્ર કરીને છાણનો સાબુ બનાવવામાં આવે છે. છાણનો સાબુ ચામડીની બિમારીઓને દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી છે. છાણના એક સાબુને 25થી 35 રૂપિયામાં વેચીને સારી આવક મેળવી શકાય છે. છાણનો સાબુ તમે ઘરે પણ બનાવી શકો છો અથવા છાણનો સાબુ બનાવવાનું મશીન ખરીદીને સાબુનું ઉત્પાદન કરી શકાય છે.
છાણની અગરબત્તીનો બિઝનેસઃ ગાયના એક કિલો છાણમાં અગરબત્ત બનાવવાનો મસાલો મિશ્ર કરવામાં આવે છે. તેમાં થોડુ ઘી મિશ્ર કરીને યોગ્ય આકારમાં અગરબત્તી બનાવી શકાય છે. અગરબત્તીને તડકામાં અથવા છાંયડામાં સુકવવામાં આવે છે. આ અગરબત્તી સુકાયા બાદ તેને 10,12,15 અથવા 20 અગરબત્તીના સેટમાં પેકેટ તૈયાર કરવામાં આવે છે. માર્કેટમાં 15 અગરબત્તીના પેકેટની કિંમત 35થી 45 રૂપિયા હોય છે.