

નવી દિલ્હીઃ ભારતીય દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadilla)એ બુધવારે જણાવ્યું કે, તેણે એક સંભવિત કોરોના વેક્સીન (Corona Vaccine) માટે માનવ પરીક્ષણ (Human trials) શરૂ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે ZYCoV-D, પ્લાસ્મિડ ડીએનએ વેક્સીનને પ્રી-ક્લિનિકલ ટૉક્સિસિટી અધ્યયનોમાં સુરક્ષિત માનવામાં આવે છે. આ પહેલા આ કોરોના વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલમાં પ્રતિરક્ષા અને ઇમ્યુનિટી ટેસ્ટના સારા પરિણામ સામે આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


Zydusએ આ મહિનાથી શરૂઆતમાં જાહેરાત કરી હતી કે પ્લાસ્મિડ ડીએનએ વેક્સીન ઉમેદવાર (ZyCoV-D)ને અમદાવાદના વેક્સીન ટેક્નોલોજી સેન્ટરમાં પ્રીક્લિનિકલ સ્ટેજને સફળતાપૂર્વક પૂરું કર્યા બાદ ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા એ ઝાયડસ કેડિલા (Zydus Cadilla)ને આ વેક્સીન મનુષ્યો પર પરીક્ષણ કરવાની મંજૂરી આપી દીધી છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, અમેરિકાની કંપની મોડર્નાની કોરોના વાયરસ વેક્સીન પોતાના પહેલા ટ્રાયલમાં સંપૂર્ણપણે સફળ રહી. ન્યૂ ઇગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 45 સ્વસ્થ લોકો પર આ વેક્સીનના પહેલા ટેસ્ટનું પરિણામ ઘણું સારું રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


આ વેક્સીને પ્રત્યેક વ્યક્તિની અંદર કોરોનાથી જંગ માટે એન્ટીબોડી વિકસિત કરી. મોડર્નાની વેક્સીનનો વધુ એક સારી વાત એ રહી કે તેની કોઈ ખાસ સાઇડ ઇફેક્ટ થી રહી જેના કારણે વેક્સીનના ટ્રાયલને રોકી દેવામાં આવે. (પ્રતીકાત્મક તસવીર)


આ ઉપરાંત અનેક ભારતીય કંપનીઓ પણ કોરોનાની દવા બનાવવામાં લાગી છે. મંગળવારે બાયોફોર ઇન્ડિયા ફાર્મા.એ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે કોવિડ-19ની દવા ફેવિપિરાવિરના નિર્માણ માટે લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. આ દવાનો ઉપયોગ COVID-19 હળવાથી મધ્યમ મામલામાં કરી શકાય છે. (પ્રતીકાત્મક તસવીર)