નવી દિલ્હીઃ ભારત દુનિયામાં સોનું સૌથી વધુ આયાત કરે છે. તેનું કારણ છે ભારતમાં સોના પ્રત્યે લોકોનો ખાસ લગાવ. દેશના મોટાભાગના લોકોનું માનવું છે કે જો ઘરમાં સોનું છે તો તે ખરાબ સમયમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવામાં કામ આવશે. આ વર્ષે ભારત સહિત સમગ્ર દુનિયામાં સોનાના ભાવમાં 30 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ગત કેટલાક મહીનાની વાત કરીએ તો સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે દેશના તમામ શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ અલગ-અલગ છે. (પ્રતીકાત્મક તસવીર)
જો આજની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ દેશના મુખ્ય શહેરોમાં કંઈક આ પ્રકારે છે. દિલ્હી બુલિયન માર્કેટમાં પ્રતિ 10 ગ્રામનો ભાવ 53 હજાર 740 રૂપિયા, મુંબઈમાં 50 હજાર 550 રૂપિયા છે. બીજી તરફ લખનઉ અને જયપુરમાં ભાવ 53 હજાર 740 રૂપિયા છે. બીજી તરફ, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ મુંબઈમાં 49 હજાર 550 રૂપિયા, કેરળમાં તેનો ભાવ 46 હજાર 950 રૂપિયા છે. હવે જોવાની વાત એ છે કે મુંબઈ અને કેરળમાં સોનાના ભાવમાં ખાસ અંતર છે. આ અંતરનું એક મોટું કારણ છે જેને આપને જણાવીએ. (પ્રતીકાત્મક તસવીર)
દેશમાં સૌથી સસ્તું મળે છે કેરળમાં – દેશમાં જો સૌથી સસ્તું સોનું કોઈ રાજ્યમાં મળે છે તો તે કેરળમાં છે. દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં પશ્ચિમ અને ઉત્તર ભારતની તુલનામાં સોનાના ભાવ ઓછા છે. મુંબઈ કે દિલ્હીની તુલનામાં કર્ણાટક અને કેરળમાં સોનું સસ્તું છે. કેરળમાં જ્યાં 22 કેરટ સોનાનો ભાવ 46,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. (પ્રતીકાત્મક તસવીર)
બીજી તરફ, કોલકાતામાં તે 49,740 રૂપિયા, મુંબઈમાં 49,550 રૂપિયા, દિલ્હીમાં 49,260 રૂપિયા, અમદાવાદમાં 49,700 રૂપિયા, લખનઉમાં 49,260 રૂપિયા, પટનામાં 49,500 રૂપિયા છે. બીજી તરફ દક્ષિણ ભારતના શહેરોમાં તેના ભાવ ઓછા છે. જેમ કે બેંગલુરુ, મૈસૂર અને મેંગલુરુમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 47,650 રૂપિયા, વિજયવાડા, મદુરાઇ અને ચેન્નઇમાં તે 48,350 રૂપિયા છે. જો તમે ઓનલાઇન સોનું ખરીદી રહ્યા છે તો સૌથી પહેલા આ શહેરમાં સોનાનો ભાવ જાણો. ત્યારબાદ તેની શુદ્ધતાની તપાસ કરો. (પ્રતીકાત્મક તસવીર)
સોનાના ભાવમાં અંતરનું આ છે કારણઃ ભારતમાં દરેક શહેરમાં સોનાના ભાવમાં ફેરફાર પાછળનું કારણ છે રાજય સરકારો અને પ્રશાસન દ્વારા સોના પર લગાવાતો સ્થાનિક ટેક્સ જે દરેક રાજ્ય અને શહેરમાં અલગ-અલગ છે. આ ઉપરાંત સ્થાનિક સોની એસોસિએશન પણ પોતાના તરફથી સોનના ભાવ નક્કી કરે છે. આ કારણે શહેરે-શહેરે ભાવ બદલાતાં રહે છે. (પ્રતીકાત્મક તસવીર)