એફિલીએટ માર્કેટિંગ: લોકો એફિલીએટ માર્કેટિંગમાં ચેટજીપીટીનો ઉપયોગ કરીને પણ પૈસા કમાઈ શકે છે. એફિલિએટ માર્કેટિંગ એ તમારી કન્ટેન્ટ અથવા પ્લેટફોર્મ પર પ્રમોટ કરીને પ્રોડક્ટ્સ, સર્વિસ અને બ્રાન્ડ્સને વેચવાની અને તે પ્લેટફોર્મનું કમિશન મેળવવાની પદ્ધતિ છે. આમાં સફળતા માટે થોડી વાર લાગે છે. જેથી ચેટજીપીટીનો ઉપયોગ કરતા પહેલા ઓડિયન્સ બનાવવા, લેખ, ઓડિયો, વિડીયો વગેરે બનાવવા માટે તમારા માધ્યમની પસંદગી કરવાની જરૂર છે.
ઓનલાઇન શિક્ષક બની શકો: ઘણી ટ્યુટોરિયલ વેબસાઇટ્સ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અભ્યાસક્રમથી સંબંધિત પ્રશ્નોના જવાબો આપવા માટે લોકોને પાર્ટ-ટાઇમ જોબ ઓફર કરે છે. કોઈ પણ મૂળભૂત વિષયની યોગ્ય જાણકારી હોય તો તમે ચેટજીપીટીનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબો બનાવવા માટે કરી શકો છો અને પછી તમારા પોતાના જવાબો બનાવી શકો છો. ત્યારબાદ ટ્યુટોરિયલ વેબસાઇટ્સ પર અપલોડ કરી શકો છો.
SEO માટે કીવર્ડ્સ શોધી શકો: તમે ચેટજીપીટી પાસેથી સંબંધિત કીવર્ડ્સ મેળવીને અન્ય કન્ટેન્ટ પ્રોડક્ટ કંપનીઓને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (એસઇઓ) સેવા પણ આપી શકો છો. ચેટજીપીટીનો ઉપયોગ યોગ્ય દિશાનિર્દેશો આપીને ઇન્ટરનેટ પર કોન્ટેન્ટ વિઝીબિલિટી વધારવા માટે મજબૂત કીવર્ડ્સ, ટાઇટલ્સ અને મેટા ટેગ જનરેટ કરવા થઈ શકે છે. તમારે માત્ર ચેટજીપીટી પાસેથી તમારા ઇચ્છિત વિષય માટે ટાઈટલ, એન્ટ્રો, કીવર્ડ્સ વગેરે માટે સૂચનો માંગવાના રહેશે.