કેન્દ્ર સરકાર (Cengral Government) ટૂંક સમયમાં 50 લાખ કર્મચારીઓ (Cengral Government Employee) અને 61 લાખ પેન્શનરો (Pensioners)ને સારા સમાચાર આપી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)ની જાહેરાતની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2021માં તેની જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકાર આ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરી શકે છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. (પ્રતીકાત્મક તસવીર)
મુસાફરી ભથ્થામાં થશે 4% વધારો - AICPIના આધારે કહેવાઈ રહ્યું છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જેનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો મળશે. સાતમા પગાર પંચ મુજબ, જો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થાય, તો તેમના મુસાફરી ભથ્થા (TA)માં પણ 4 ટકાનો વધારો થશે. (પ્રતીકાત્મક તસવીર)
જોકે, 1 જુલાઈ 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને DA નહીં આપવામાં આવે. અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ એપ્રિલ 2020માં કોરોના સંકટને કારણે મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રની જાહેરાત મુજબ, કેન્દ્રીય કર્મચારીઓને જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું મળશે નહીં. (પ્રતીકાત્મક તસવીર)
વધારા બાદ મોંઘવારી ભથ્થું થશે 21 ટકા - હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને DA અને ડિયરનેસ રિલીફ (DR) નથી ચૂકવવામાં આવતું. મહત્વનું છે કે, હાલ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકા છે. DAમાં 4 ટકાનો વધારો થયા બાદ મોંઘવારી ભથ્થું 21 ટકા થઇ જશે અને મુસાફરી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો થશે. (પ્રતીકાત્મક તસવીર)