ખેડૂત વીમા યોજનાનો ફાયદો ન મળતા ફરિયાદ કરવામાં આવે તો જવાબદારો પર કાર્યવાહી થઈ શકશે કે પછી બિયારણ અને ખાતર મામલે કોઈ અધિકારી પરેશાન કરતા હોય તો પણ ફરિયાદ કરી શકાશે. ખેડૂતો માટે આ ખાસ સેવા શરું કરવામાં આવશે.
2/ 7
ખેડૂતો માટે સરકાર જુદી જુદી યોજનાઓ લાવતી હોય છે જોકે ઘણીવાર ખેડૂતો સામે સમસ્યા એ હોય છે કે તેમના સુધી આ યોજનાનો ફાયદો પહોંચતો નથી, પછી તે પાક વીમા યોજના હોય કે ખાતર મેળવવાનું હોય.
विज्ञापन
3/ 7
આ માટે ઘણીવાર ખેડૂતોને અધિકારીઓની કનડગત કે પછી જોહુકુમીનો પણ સામનો કરવો પડતો હોય છે. તેવામાં ખેડૂત બિચારો સરકારી કચેરીના ધક્કા ખાઈને પરેશાન થતો હોય છે.
4/ 7
જોકે આ પરેશાની દૂર કરવા માટે અને ખેડૂતનો અવાજ સરકાર સુધી સહેલાઈથી પહોંચી શકે માટે કેન્દ્ર સરકાર ખેડૂત ગ્રિવિયન્સ રિડ્રેસલ પોર્ટલ બનાવવા માટેની તૈયારી કરી રહી છે. છત્તસીગઢમાં તેની ટ્રાયલ શરુ કરવામાં આવી છે.
5/ 7
પાક વીમા યોજનાનો લાભ નહીં મળે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. બિયારણ અને ખાતર ન મળવાની ફરિયાદ પણ સરળ બનશે. FCI પાકની ખરીદી ન કરે તો પણ ફરિયાદ કરી શકાય છે.
विज्ञापन
6/ 7
કેન્દ્ર સરકાર ખેડૂત ફરિયાદ નિવારણ પોર્ટલ બનાવશે. કેન્દ્ર સરકારે છત્તીસગઢમાં તેની ટ્રાયલ શરૂ કરી દીધી છે. સરકાર પોર્ટલ પર ખેડૂતોના સૂચનો પણ લેશે.
7/ 7
1 જાન્યુઆરીએ દેશભરમાં પોર્ટલ શરૂ કરવાની તૈયારી. એસએમએસ, કોલ, એપ દ્વારા ફરિયાદ કરી શકાશે. ફરિયાદોના નિરાકરણ માટે 3 સ્તરીય મિકેનિઝમ હશે.