(1) સરકાર મુદ્રા લોન હેઠળ આપવામાં આવતી શિશુ લોનના વ્યાજદરમાં 2 ટકાની છૂટ આપશે. તમને જણાવી દઈએ કે, શિશુ લોન હેઠળ 50 હજાર રૂપિયાની લોન મળે છે. આ સુવિધા 1 જૂન 2020થી લાગુ થશે અને 31 મે 2021 સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી. આ દુનિયાની તે સૌથી મોટી સ્મોલ બેન્ક પ્રોગ્રામ છે. તેમણે કહ્યું કે, મુદ્રા લોન હેઠળ 50 હજાર રૂપિયા શિશુ લોન 9.37 કરોડ લોકોને લોન મળી. શિશુ લોન લેનારા લોકોને વ્યાજદરમાં 2 ટકાની છૂટ મળશે. આ સ્કીમ 1 જૂનથી લાગુ થશે અને 31 મે 2021 સુધી ચાલશે. આના પર સરકાર 1540 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.