નવી દિલ્હી. હવે કેશ ઉપાડવું (ATM Cash Withdrawal) વધુ મોંઘું થવાનું છે. ગ્રાહકના એટીએમ (ATM)થી નિયત મર્યાદાથી વધુ વાર નાણા ઉપાડ્યા બાદ બેંક ચાર્જિસ (Bank Charges) લાગી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ હાલમાં જ બેંકોને ઓટોમેટેડ ટેલર મશીન (ATM) પર ચાર્જ વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપી છે. આ સંશોધિત દરો 1 જાન્યુઆરી, 2022થી પ્રભાવી થશે.
ગ્રાહક પોતાના બેંકના ATMથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેમાં નાણાકીય અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન બંને સામેલ છે. તેનાથી વધુ ટ્રાન્ઝેક્શન થતાં તેમને દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધારાના 20 રૂપિયા ચૂકવવા પડશે. રોકડા ઉપાડવા માટે બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે મેટ્રો સિટીમાં ત્રણ અને નોન-મેટ્રો સિટીમાં પાંચ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી છે.
1 ઓગસ્ટથી લાગુ થશે ઇન્ટરચેન્જ ફીના નવા નિયમ- જૂન 2019માં, આરબીઆઇએ એટીએમ ટ્રાન્ઝેક્શનના ઇન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવાની સાથે એટીએમ ચાર્જિસની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આરબીઆઇએ એટીએમ ટ્રાન્ઝેક્શન ફી દર ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે 5થી વધારીને 6 રૂપિયા કરી દીધા. નવા દરો 1 ઓગસ્ટ, 2021થી લાગુ થશે. આરબીઆઇ અનુસાર ઇન્ટરચેન્જ ફી બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરનારા મર્ચન્ટથી લેવાનારો ચાર્જ છે.

SBIના જણાવ્યા અનુસાર, બીએસબીડી એકાઉન્ટવાળા ગ્રાહક બ્રાન્ચ અને એટીએમથી હવે માત્ર સીમિત સંખ્યા એટલે કે ચાર વાર જ કોઈ ચાર્જ વગર નાણા ઉપાડી શકશે. ત્યારબાદ જો કોઈ ગ્રાહક ATM કે બ્રાન્ચથી નાણા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ તરીકે દરેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા અને જીએસટીની ચૂકવણી કરવી પડશે. એસબીઆઇ ઉપરાંત કોઈ અન્ય એટીએમથી નાણા ઉપાડવા ઉપર પણ આ નિયમ લાગુ પડશે.