નવી દિલ્હી: કૉન્ફડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (Confederation of All India Traders- CAIT) તરફથી ઈ-કોમર્સ કંપની અમેઝોન વિરુદ્ધ આજે એટલે કે 24મી નવેમ્બરના રોજ દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રગ્સ પ્રતિબંધિત કેમિકલના વેચાણના સમાચાર સામે આવ્યા બાદ CAIT તરફથી અમેઝોન વિરુદ્ધ દેશભરતમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે અમેઝોન પોતાના પ્લેટફોર્મ પર ઝેર તેમજ ડ્રગ્સ વેચી રહી છે. આ ઉપરાંત પુલવામા બોમ્બ કેસમાં જે કેમિકલ વપરાયું હતું તેનું વેચાણ અમેઝોન દ્વારા કરવામાં આવ્યું હતું. (તસવીર: દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન )
ઉલ્લેખનીય છે કે કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કેટ (CAIT)એ દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અમેઝોન (Amazon)ઉપર એક ગંભીર આરોપ લગાવ્યો છે. કેટે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, અમેઝોનની વેબસાઈથી ગાંજા જેવા પદાર્થોનું વેચાણ કોઈ પહેલો અને નવો ગુનો નથી. કેટે જણાવ્યું કે 2019માં થયેલા પુલવામાં આતંકી (Pulwama attack) હુમલામાં આતંકીઓએ જે રસાયણનો (Chemicals) ઉપયોગ બોમ્બ બનાવવા માટે કર્યો હતો તે પદાર્થો અમેઝોનની વેબસાઈટ ઉપરથી ખરીદવામાં આવ્યા હતા. આ રસાયણનો ઉપયોગ આતંકીઓએ ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ તૈયાર કરવા માટે કર્યો હતો. (તસવીર: ગ્વાલિયર ખાતે વિરોધ પ્રદર્શન)
ઉલ્લેખનીય છે કે 2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પોતાના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. અમેઝોને આતંકવાદીઓ દ્વારા ખરીદેલા કેમિકલની વિગતો પણ તપાસ એજન્સીઓ સાથે શેર કરી હતી. (યવતમાલ ખાતે વિરોધ પ્રદર્શન)
કથિત રીતે ગાંજાની તસ્કરી મામલે Amazonના અધિકારીઓ વિરુદ્ધ ખેસ દાખલ: મધ્યપ્રદેશના (Madhya pradesh) ભિંડ જિલ્લાની પોલીસે હવે કથિત તસ્કરીના સિલસિલમાં Amazon ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશકોની (Executive directors) સામે ફરિયાદ (FIR) નોંધી છે. ઈ કોમર્સ નેટવર્કના (E-commerce network) માધ્યમથી કથિત રીતે ગાંજાની તસ્કરીના મામલામાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સત્તાવાર જાહેરાત અનુસાર એનડીપીએસ અધિનિયમનો આ મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે એમેઝોન તરફથી દાખલ એક જવાબમાં વિરોધાભાસ મળ્યો છે. પોલીસે એમેઝોન વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા છે. (દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન)