નવી દિલ્હીઃ ઓછી આવક ધરાવતા લોકો માટે મોદી સરકારે એક ગિફ્ટ આપી છે. ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ (ABRY) હેઠળ સરકારે કહ્યું છે કે 1 ઓક્ટોબર 2020થી 30 જૂન 2021 સુધી કંપનીઓ અને અન્ય એકમો દ્વારા નોકરી પર રાખવામાં આવેલા નવા કર્મચારીઓ માટે બે વર્ષ સુધી રિટાયરમેન્ટ ફંડ (Retirement Fund)માં અંશદાન આપશે. સરકાર તરફથી આ ફંડ કર્મચારી અને નિયોક્તા તરફથી થશે. (પ્રતીકાત્મક તસવીર)
તેનો અર્થ એ છે કે નિયત અવધિની વચ્ચે ઓછી સેલરી પર નવી નિયુક્તિ પર સરકાર હવે કર્મચારીના 12 ટકા અને નિયોક્તાના 12 ટકા ભવિષ્ય નિધિ કોષ (EPF)નું ભારણ તેઓ ઉઠાવશે. બુધવારે જ સરકારે કેબિનેટ બેઠકમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર આ યોજના પર 22,810 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બીજી તરફ યોજનાથી 58 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો મળશે. (પ્રતીકાત્મક તસવીર)
આનો લાભ કોને મળશે? - સરકારના આ નિર્ણયથી દર મહિને 15,000 રૂપિયા કે તેનાથી ઓછી સેલરી મેળવનારા કર્મચારીઓને ફાયદો થશે. તેના દાયરામાં માત્ર એ જ કર્મચારી હશે જે 1 ઓક્ટોબર 2020 પહેલા કોઈ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે સંબંધિત સંસ્થાનમાં નોકરી નહોતા કરતા અને તેમની પસો યૂનિવર્સલ (UAN) એકાઉન્ટ નંબર નથી. (પ્રતીકાત્મક તસવીર)
લોકડાઉન દરમિયાન લાખો લોકોએ ગુમાવી હતી નોકરી- કોવિડ-19 દરમિયાન લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે તમામ સેક્ટર્સમાં ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી. તેના કારણે લાખો લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. દેશમાં બેરોજગારીએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર પર રોજગારને લઈ નિશાન સાધી રહી હતી. (પ્રતીકાત્મક તસવીર)
એવામાં કેન્દ્રની મોદી સરકારની આત્મનિર્ભર ભારત રોજગાર યોજના ઘણી મદદરૂપ સાબિત થઈ. આ ઉપરાંત કેબિનેટે દેશમાં ડિજિટલ ક્રાંતિને પ્રોત્સાહન આપવા માટે PM-પબ્લિક વાય-ફાય એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસને પણ મંજૂરી આપી. તે હેઠળ દેશમાં પબ્લિક ડેટા ઓફિસ ખોલવામાં આવશે. તેના માટે લાઇસન્સ, રજિસ્ટ્રેશન કે ફીની જરૂર નહીં પડે. (પ્રતીકાત્મક તસવીર)