Home » photogallery » બિઝનેસ » પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ

પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ

  • 16

    પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ

    જો તમારી પાસે બે લાખ રૂપિયા હોય અને તમે તેના દ્વારા કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું, જે તમે ઘરે બેસી કરી શકો છો. આ બિઝનેસ છે પાપડ બનાવવાનો. તો ચાલો અમે તમને જણાવીએ કેવી રીતે તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો, અને આ બિઝનેસ શરૂ કરવા તમારે શું-શું જોઈએ.

    MORE
    GALLERIES

  • 26

    પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ

    ભારત સરકારના ઉપક્રમે, નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને આના માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેના દ્વારા તમને મુદ્દા સ્કિમ હેઠળ 4 લાખ રૂપિયાની લોન સસ્તા વ્યાજદર પર મળશે. રિપોર્ટ અનુસાર 6 લાખ રૂપિયાના ટોટલ ઈન્વેસ્ટમેંટથી લગભગ 30 હજાર કિલો પ્રોડક્શન કેપેસિટી તૈયાર થઈ જશે. આ કેપેસિટી માટે 250 વર્ગમીટરની જગ્યા જોઈશે.

    MORE
    GALLERIES

  • 36

    પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ

    ટોટલ ખર્ચ - આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે 6.05 લાખ ખર્ચ થશે. (ટોટલ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ ખર્ચ શામેલ છે) ફિક્સ્ડ કેપિટલમાં ડો મશીન, પેકેજિંગ મશીન, ઈક્વિપમેંટ જેવા તમામ ખર્ચ સામેલ છે.

    MORE
    GALLERIES

  • 46

    પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ

    વર્કિંગ કેપિટલ - આમાં સ્ટાફની 3 મહિનાની સેલરી, ત્રણ મહિનામાં લાગતું રો-મટિરિયલ અને યૂટિલિટી પ્રોડક્ટનો ખર્ચ શામેલ છે. આ સિવાય આમાં ભાડુ, વિજળી, પાણી, ટેલિફોનનું બિલ જેવો ખર્ચ પણ શામેલ છે.

    MORE
    GALLERIES

  • 56

    પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ

    બિઝનેસને શરૂ કરવા માટે જરૂરી વસ્તુ - આના માટે તમારી પાસે એક જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે જગ્યા નથી તો ભાડા પર પણ લઈ શકો છો, જેના માટે તમારે 5 હજાર મહિનાનું ભાડુ આપવું પડશે. મેન પાવરમાં 3 અનસ્કિલ્ડ લેબર, 2 સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઈઝર રાખવો પડશે. આ બધાની સેલરી પર તમારે 25000 રૂપિયાનો ખર્ચ થશે, જે જે વર્કિંગ કેપિટલમાં એડ કર્યું છે.

    MORE
    GALLERIES

  • 66

    પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ

    લાવવી પડશે આ મશીનરી - આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે શિફ્ટર, ડો મિક્સર, પ્લેટફોર્મ બેલેંસ, ઈલેક્ટ્રીકલી ઓપરેટર ઓવન, માર્બલ ટેબલ ટોપ, ચકલા-બેલન, એલ્યુમિનિયમના વાસણ અને રેક્સ જેવી મશીનરીની જરૂરત પડશે. પાપડનો બિઝનેસ કરવા માટે 250 વર્ગ મિટરનો એરિયા જોઈએ.

    MORE
    GALLERIES