

નવી દિલ્હીઃ જો તમે પણ કોઈ કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો ટાટા આપને શાનદાર ઓફર આપી રહી છે. ટાટા મોટર્સ (Tata Motors)ની લોકપ્રિય હેચબેક કાર ટિયાગો (Tata Tiago) પર કંપની પોતાના ગ્રાહકોને ખાસ ઓફર આપી રહી છે. હવે તમે માત્ર 52 હજાર રૂપિયામાં આ કાર પોતાના ઘરે લઈ જઈ શકો છો. યૂથમાં આ કાર હાલના સમયમાં ઘણી લોકપ્રિય છે. ટાટાએ હાલમાં Tiago, Tigor, Nexon, Altroz અને Harrier જેવી જોરદાર કારો લૉન્ચ કરી છે.


કેટલા રૂપિયામાં ખરીદી શકાશે આ કાર - નોંધનીય છે કે, ટાટા ટિયાયોને 52 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને ખરીદી શકાય છે. જો તમે ટાટા ટિયાગોની મેન્યૂઅલ કાર બેઝ મૉડલ (XE, Petrol) ખરીદો છો તો તેની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 4,70,000 રૂપિયા છે. નોંધનીય છે કે તે 5 સીટર કાર છે. તેમાં 1.2 લીટર 3 સિલિન્ડર BS6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.


પાંચ વર્ષ માટે મળશે લોન - જો તમે આ કારનું આ મોડલ ખરીદવા માંગો છો તો 52,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપવું પડશે. આટલું પેમેન્ટ કરીને તમે આ કાર ઘરે લઈ જઈ શકો છો. આ કાર પર આપને કુલ પાંચ વર્ષ માટે લોન લેવી પડશે.


કેટલી EMI ચૂકવવી પડશે? - નોંધનીય છે કે, લોનની રકમ 4,69,239 રૂપિયા હશે. તેમાં આપને પ્રતિ માસ 9,924 રૂપિયા આપવા પડશે. આ દરમિયાન આપને કુલ વ્યાજ 1,26,201 રૂપિયા આપવું પડશે. આ ઉપરાંત લોન પર 9.8 ટકાના દરથી વ્યાજ આપવું પડશે.


6 કે 7 વર્ષ માટે પણ લઈ શકો છો લોન - ઉલ્લેખનીય છે કે, તમ 6 વર્ષ માટે પણ લોન લેવા માંગો છો તો આપને વ્યાજના રૂપમાં 1,53,273 રૂપિયા આપવા પડશે. તેમાં આપની પ્રતિ માસ EMI લગભગ 8,646 રૂપિયાની રહેશે. બીજી તરફ, જો તમે 7 વર્ષ માટે લોન લો છો તો 1.81.089 રૂપિયા વ્યાજ રૂપે આપવા પડશે. બીજી તરફ, તેમાં આપને પ્રતિ માસ લગભગ 7.742 રૂપિયા EMI ભરવી પડશે.